12 પાસ આ વ્યક્તિ 5 હજાર માથી ઉભું કર્યુ કરોડોનુ બિઝનેસ સામ્રાજ્ય ! દુનીયા ના સૌથી અમીરો ના લિસ્ટ મા અને ડી માર્ટ કંપની ના…
આજના સમયમાં દરેક વ્યક્તિને ધનવાન બનવાનું છે પરંતુ કહેવાય છે ને કે સફળતા અમસ્તા જ નથી મળતી. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેમને કરોડોની કંપની ઉભી કરી અને મિડલ કલાસ ફેમેલીને ફાયદો થયો. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ પણ રાધાકિશન દામાણી. કિશન દામાણીએ માત્ર 5000 રૂપિયા થી શરૂ કરેલ વ્યવસાય કરોડોમાં બોલાય છે અને વિશ્વના 100 ધનિક લોકોની યાદીમાં ટોપ છે.
આજના સમયમાં તમેં કોઈપણ શહેરમાં જાઓ એટલે સૌથી પહેલા ડી માર્ટ પહેલા શોધશો કારણ કે સૌથી સસ્તી સારી વસ્તુઓ મળી રહે છે. સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દામાણી, અનુભવી રોકાણકાર અને રિટેલ ચેઇન DMartનું સંચાલન કરે છે. ભારતના અમીર લોકોની યાદીમાં તેઓ છઠ્ઠા સ્થાને છે.
રાધાકિશન દામાણીનો પરિવાર મૂળ રાજસ્થાનના બિકાનેરનો છે. તેમનો જન્મ 1956માં થયો હતો. તેમનો પરિવાર મુંબઈમાં એક રૂમના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ પ્રથમ વર્ષમાં જ અભ્યાસ છોડી દીધો હતો. દામાણીના પિતા શિવ કિશન દામાણી સ્ટોક બ્રોકર હતા. પિતાના અવસાનથી રાધાકિશન દામાણીએ તેમના ભાઈ ગોપીકિશન દામાણી સાથે મળીને તેમનું ધ્યાન શેરબજારમાં કેન્દ્રિત કર્યું અને રૂ.5000થી રોકાણ કરવાનું શરૂ કર્યું. તેણે સારી તકો શોધીને નાની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.
વર્ષ 1990 સુધીમાં તેણે રોકાણ કરીને કરોડોની કમાણી કરી હતી. 1990ના દાયકામાં જ્યારે હર્ષદ મહેતાએ દેશના નાણાકીય બજારોને ખરાબ રીતે હચમચાવી દીધા ત્યારે દામાણીએ ભારે નફો કર્યો. તે સમયે હર્ષદ મહેતાએ શેરબજારના ઉછાળા પર દાવ લગાવ્યો હતો જ્યારે દામાણીએ બજારના પતન પર દાવ લગાવ્યો હતો. સ્ટોક સ્કેમના ખુલાસા પછી, બજારમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે દામાણીને મોટો નફો થયો હતો. વર્ષ 1995માં, દામાણીએ HDFC બેંકના IPOમાં નાણાંનું રોકાણ કર્યું, જેનાથી તેમને મોટો નફો થયો. પછી તેણે છૂટક વેપારમાં ઝંપલાવવાનું વિચાર્યું અને ધીમે ધીમે તેનો ધંધો શરૂ થયો.
રાધાકિશન દામાણી દેશમાં રિટેલ બિઝનેસના બાદશાહ ગણાય છે. તેણે 1999માં રિટેલ બિઝનેસ શરૂ કર્યો હતો. પછી ફ્યુચર ગ્રૂપના કુમાર મંગલમ બિરલા અને કિશોર બિયાની પણ આ ક્ષેત્રમાં આવ્યા ન હતા. વર્ષ 2002માં ડીમાર્ટનો પહેલો સ્ટોર મુંબઈના વિસ્તારમાં ખોલવામાં આવ્યો હતો. ત્યારથી, તેમની કંપનીના સ્ટોર્સ સતત વધ્યા છે. આજે કંપનીના દેશમાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 238 સ્ટોર્સ છે. DMart ની વિશેષતા એ છે કે તેનો એકપણ સ્ટોર ભાડા પર નથી. તમામ સ્ટોર્સ કંપનીના પોતાના છે.
છેલ્લા ચાર વર્ષમાં કંપનીની માર્કેટ મૂડી છ ગણી વધી છે. હાલમાં તેનું માર્કેટ કેપ રૂ. 235,906.59 કરોડ છે. એવન્યુ સુપરમાર્ટ્સમાં દામાણીનો પરિવાર 80% શેર ધરાવે છે.પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા પણ દામાણીને પોતાના માર્ગદર્શક માને છે. દામાણી હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. તે હંમેશા સફેદ કપડાં પહેરે છે અને શેરબજારના અનુભવી રોકાણકારોમાં ‘મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ’ તરીકે પ્રખ્યાત છે.
રાધાકિશન દામાણીએ તાજેતરમાં જ દેશનું સૌથી મોંઘું ઘર ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ મુંબઈના આલીશાન વિસ્તાર મલબાર હિલ્સમાં 1,001 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. દામાણીએ તેમના નાના ભાઈ ગોપીકિશન દામાણી સાથે મળીને આ મિલકત ખરીદી છે. નારાયણ દાભોલકર માર્ગ પરનો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ‘મધુકુંજ’ 1.5 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર લગભગ 60,000 ચોરસ ફૂટ છે. રેડી રેકનર રેટના આધારે તેની બજાર કિંમત 724 કરોડ રૂપિયા છે. હાલમાં તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને દિવસે ને દિવસે ડી mart ભારતમાં ફેલાય રહ્યું છે.