મુસ્લિમ યુવકનાં હાથે બનાવેલ 2.5 રૂ. કરોડનું ડાયમંડનો મુગત સ્વામિનારાયણ ભગવાન દર પૂનમે ધારણ કરશે, આ યુવકે શા માટે.
ધર્મ અને જ્ઞાતિ નાં ભેદભાવ તો આપણે માણસ જાતે બનાવેલા છે, બાકી આપણે સૌ કોઈએ તો કુદરત હાથે ઘડાયેલ એક જ માટીના સૌ રમકડા છીએ, જે એક દિવસ તૂટી ને એજ માટીમાં વિલિન થઈ જશે. જીવનમાં આમ પણ માનવતા થી મોટો કોઈ ધર્મ નથી અને હાલમાં જ આ માનવતા ધર્મનું એક ઉદાહરણ સામે આવ્યું છે. મુસ્લિમ અને હિન્દૂ ધર્મ અલગ છે પરંતુ માનવતા સમાન છે. મુસ્લિમ શું હિન્દૂ દેવી દેવતાઓના માટે કાર્ય ન કરી શકે કે પછી મુસ્લિમ હિંદુઓ માટે કોઈ શુભ કાર્ય ન કરી શકે એવું બંને જ નહીં કારણ કે, દરેક વ્યક્તિ કોઈ ન કોઇ રીતે જોડાયેલ જ હોય છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જણાવ્યું કે , ખેડાના વડતાલમાં સહજાનંદ સ્વામિએ પ્રથમ મંદિર બનાવી સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. એવા પ્રાચીન આ મંદિરમાં સુરતના મુસ્લિમ યુવકની હાથની કલાથી ભગવાન સ્વામિનારાયણના મસ્તક પર હીરાજડિત 2.5 કરોડ કિંમતનો દુર્લભ મુગટ બનાવ્યો છે. આ મુગટને દર પૂનમે ભગવાનને પહેરાવવામાં આવે છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદય સ્પર્શી અને પ્રેરણાદાયક છે.
ડાયમંડ સિટી સુરતમાં મુસ્લિમ કારીગર ગ્યાસુદ્દીને ભગવાન સ્વામિનારાયણ માટે દોઢ કિલો સોનાનો અને 166 કેરેટ હિરાનો ઉપયોગ કરીને મુગટ બનાવ્યો છે. ખેડાના વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણ જે હીરાજડિત મુગટ ધારણ કર્યા છે તેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા છે.ગ્યાસુદ્દી નામના યુવકએ વિદેશી મહિલાઓ માટે ક્રાઉન એટલે કે મુગટ બનાવ્યા છે. અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી જ્વેલરી બોલિવૂડના હીરો હિરોઇન પણ પહેરી રહ્યાં છે.
યુવકે કહ્યું કે હું પશ્ચિમ બંગાળમાં ખેત મજૂરી કરતો હતો અને માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. 16 વર્ષ પહેલા સુરત આવ્યો હતો અને હાલમાં કતારગામમાં રહે છે. પરિવારમાં માતા- પિતા, ભાઈ, પત્ની અને બાળકો છે. જે તમામ પશ્ચિમ બંગાળમાં રહે છે. માર હાથની કલાથી દોઢ કિલો સોનું અને 166 કેરેટ હિરાજડિત મુગટ બનાવ્યો છે. જેની કિંમત આશરે 2.5 કરોડની થાય છે.