મુળ ગુજરાતના 8 વર્ષના આરુષે અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પત્ર લખી અમુક સવાલો કર્યા અને બદલા મા એવા જવાબ મળ્યા ! જુઓ
સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોય એ કે દેશના મોટા પદ પર બેઠેલા લોકો પાસે નાની નાની બાબતો અને મુદ્દાઓ માટે ટાઈમ હોતો નથી પરંતુ આ દર વખતે સાચું હોતુ નથી. અનેક વખત એવું બન્યુ છે દેશ ના મોટા પદ પર બેઠેલા વ્યક્તિ એ કોઈ નાના વ્યક્તિની બાબતોની નોંધ લીધી હોય ત્યારે તાજેતર મા જ એક આવી બાબત સામે આવી છે જેમા એક 8 વર્ષ ના બાળકે અમેરિકા ના રાષ્ટ્રપતિ ને એક પત્ર લખ્યો હતો જેની નોંધ અમેરીકા ના રાષ્ટ્રપતિ એ લીધી હતી અને કોમળ શબ્દો મા જવાબ આપ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવા મા આવે તોધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તત્કાલિન પ્રમુખ આશિષ ગુજરાતીના સગાભાઈ જીજ્ઞેશ ગુજરાતી કે જેઓ 1998થી અમેરિકા ખાતે જઈને વસ્યા છે તેમનો 8 વર્ષનો પુત્ર આરૂષ એ અમેરિકી પ્રમુખ જો બાઈડનને એક સાદા કાગળ પર પોતાના હસ્તાક્ષરમાં પત્ર લખીને પૂછ્યુ હતું કે, “તમે રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા હતા, હુ આપને શી રીતે મદદ કરી શકું ? કેલિફોર્નિયા સ્ટેટમાં જંગલમાં લાગતી આગ અટકાવવા વિદ્યાર્થીઓ,નાગરિકો શુ યોગદાન આપી શકે?
જ્યારે તાજેતર મા આરૂષ લખેલા પત્ર નો જવાબ આપતા જો બાઈડને પત્ર મા લખ્યુ હતુ કે ,“ પ્રિય આરુષ, મારી સાથે તમારા વિચાર પ્રદાન બદલ આભાર. વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ અને મને વિદ્યાર્થીઓ પાસેથી સાંભળવું ગમે છે. તમારી નાની ઉંમરે પણ તમારામાં ભવિષ્ય બદલવાની અને ઈતિહાસ રચવાની શક્તિ છે.આપણો દેશ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે, અને આપણી આગળ જે કાર્ય છે તે ખરેખર અઘરું છે. મને ખાતરી છે કે જો આપણે આપણા મતભેદોને બાજુ પર રાખીએ અને એક રાષ્ટ્ર તરીકે એકસાથે આવીએ, તો આપણે સકારાત્મક પરિવર્તન લાવી શકીશું. તે એટલુ સરળ નહીં હોય, અને અહિં મને તમારી મદદની જરૂર રહેશે.હું તમને જિજ્ઞાસુ, સર્જનાત્મક અને નિર્ભય રહેવા વિનંતી કરું છું. તમારા જેવા વિદ્યાર્થીઓ આપણા મહાન રાષ્ટ્રનું ભાવિ છો, અને તે અગત્યનુ છે કે તમે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલો. જ્યારે તમે તમારો અવાજ સંભળાવો છો, ત્યારે વયસ્કો સાંભળે છે. હું તમને આવનારા વર્ષો માટે શુભેચ્છાઓ પાઠવું છું અને તમારું ભવિષ્ય ક્યાં લઈ જાય છે તે ભણી જોઉં છું. ખૂબ મહેનતથી ભણો. તમારી જાતને પડકારતા રહો. અને દયાળુ બનો.”
દુનિયા ની મહાસત્તા ના રાષ્ટ્રપતિએ આવી નાની બાબત ના ધ્યાન મા લઈ ને પત્ર નો જવાબ આટલી વિનમ્ર શબ્દો મા આપતા સૌને ચોંકાવી દીધા હતા. જ્યારે આ પ્રથમ વખત નથી આ આગાવ પણ આજ પરિવારની દીકરી સાયોના કે જેની ઉંમર આજે 14 વર્ષની છે તેણે તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાને પત્ર લખ્યો ત્યારે તેમણે પણ આવીજ રીતે લાગણીસભર પ્રત્યુત્તર પાઠવ્યો હતો.