મહેસાણાના પટેલ યુવકે શરૂ કરી ATM દૂધ ડેરી ! કોરોના કાળમાં એન્જીનીયરની નોકરી ગુમાવી તો શરૂ કરી ડેરી, હવે કરે છે આટલો વકરો….
કોરોના કાળે નહીં નહીં તો કેટલા બધા લોકોનો ધંધો રોજગાર છીનવી લીધો હતો, એવામાં મહેસાણાના અતિનભાઈ પટેલ પર કોરોનાને લીધે બેરોજગાર બન્યા હતા. બેરોજગાર બન્યા બાદ અતિનભાઈએ પોતાની ખુદની આવડતી પોતે ડેરી સ્થાપવાનું નક્કી કર્યું અને તેમાં સફળ પણ રહ્યા. હાલના સમયમાં ડેરી ફાર્મિંગમાં અતિનભાઈ પટેલ ખુબ આગળ વધી ગયા છે, તેમની જકૂબા નામની આ ડેરી વર્તમાન સમયમાં ખુબ સારો એવો નફો કમાય રહી છે. આ ડેરીના માધ્યમથી હાલ 12 લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે.
જાણવા મળ્યું છે કે અતિનભાઈ પટેલે પોતાની રોજગારી ગુમાવ્યા બાદ વર્ષ 2020માં પોતે બે ભેંસો લાવીને ડેરી ફાર્મિંગના ધંધાની શરૂઆત કરી હતી, સાવ નાનેથી શરૂ કરેલ આ ડેરી હાલ એટલી મોટી થઇ ચુકી છે કે હવે અહીં કુલ 32 ભેંસો છે અને બે ગાયો છે. અતિનભાઈ પટેલના આ વ્યવસાયમાં પરિવારજનો સહીતના કુલ 12 લોકો કાર્યરત છે. એક વખત નોકરી ગુમાવ્યા બાદ ફરી નોકરી કરવાને બદલે પોતાનો અનોખો વ્યવસાય કરવાનો નિર્ણય અતિનભાઈ માટે રંગ લાવ્યો.
આ ડેરી વિશે જો વાત કરીએ તો આ ડેરીમાં રોજના 200 લીટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે અને મહેસાણાના અલગ અલગ જગ્યાએ આ દૂધને પોંહચાડવામાં આવે છે. વર્તમાન સમયમાં તો અતિનભાઈ પોતાની એન્જીનીયરની નોકરી તથા ડેરી ફાર્મિંગ બંને કર્યો એક સાથે કરી રહ્યા છે.અતિનભાઈએ બધા કરતા એકદમ નવો જ વિચાર રજૂ કર્યો છે જેમાં તેઓ દૂધના વિતરણ માટે એટીએમ મશીન જેવા મશીનની રચના કરી છે જેમાં તમારે લિમિટના આધારે દૂધ કાઢી શકી છો.
આ એટીએમ મશીનને સિમ્પલ ડેરી ફાર્મ નામની એપ્લિકેશન દ્વારા પણ સંચાલિત કરવામાં આવી છે જેનું એક્સેસ ગ્રાહકો પાસે પણ હોય છે, એટલું જ નહીં દરેક ગ્રાહકને આ અંગેનું કાર્ડ આપવામાં આવે છે, જેમાંથી નિર્ધારતી લીટર દૂધ ગ્રાહકોને એપ અનુસાર પ્રાપ્ત થઇ જાય છે અને તેની નોંધણી પણ થઇ જાય છે. દૂધ વિતરણની આવી સરચના થઇ હોવાને કારણે દૂધમાં કોઈ પ્રકારે ભેળસેળ થઇ શક્તિ નથી આથી દૂધ ઉત્તમ ગુણવતા વાળું દૂધ પ્રાપ્ત થતું હોય છે.
આ દૂધને એક સ્થળેથી બીજા સ્થળે પોંહચાડવા માટે પેટ્રોલની પણ જરૂરિયાત રહેતી નથી કારણ કે આ રીક્ષા ઇલેક્ટ્રિક માધ્યમથી ચાલે છે. અતિનભાઈ ગાયો ભેંસોના છાણને પણ વેસ્ટ કરતા નથી તેઓએ આ છાણનો ઉપયોગ કરીને ગોબરગેસનો એક પ્લાન ઉભો કર્યો છે જે તેઓએ બે વર્ષો પેહલા 3 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. હાલ આ પ્લાન્ટ માંથી જૈવિક ખાતર બનાવીને તેની વહેચણી કરીને માર્કેટમાં સારો નફો કમાય રહ્યા છે.