જો ઐતિહાસીક જગ્યાઓ જોવાનો શોખ હોય તો પોહોંચી જાવ ગુજરાત ની ખાસ ગયાઓ પર જ્યા તમે ખુદ…..
આ ઉનાળાનું વેકેશન હવે પૂરું થવાના આરે છે, ત્યારે ચાલો અમે આજે આપને એવી ઐતિહાસીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમેં વર્ષમાં ગમે ત્યારે જઈ શકો છો અને તેના માટે તમારે વેકેશનની જરૂર નથી પડતી. ખરેખર જો તમને ઐતિહાસિક સ્થળો ફરવાનો શોખ હોય તો પોહોંચી જાવ ગુજરાત ની ખાસ ગયાઓ પર જ્યા તમે જઈને અહિયાની સુંદરતામાં મોહી જશો. આ ઐતિહાસિક સ્થળો સુંદર ની સાથે આનંદદાયક પણ છે. કંઈ પણ વિચાર્યા વગર એકવાર આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
ગુજરાતમાં અનેક એવા સ્થાનો આવેલા છે, જે પોતાનાં ઈતિહાસથી ઓળખાય છે. આવા સ્થાનો આપણું ગૌરવ છે. જેમાં સૌથી પહેલાં દ્વારકા નગરી એ સૌથી પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે દ્વારકા. આ મંદિર 72 પિલર પર ઉભુ થયેલુ. જે આર્કિયોલોજીની કરામતની સુંદર નિશાની છે. મંદિરની દિવાલોને દરેક પિલર પર નૃત્યકારો, હાથી, મ્યુઝિશિયનને શણગારવામાં આવ્યા છે.
દ્વારકા નગરી પછી તમે સોમનાથ મહાદેવનાં મંદિરની મુલાકાત લઈ શકો છો. આ મંદિરનો અનેક વખત વિનાશ થયેલ છે, છતાં પણ આજે આ મંદિર જીર્ણોદ્ધાર સાથે અડીખમ ઉભેલ છે.આ મંદિરની પાસે અરબ સાગર આવેલ છે જેની સુંદરતા અપ્રતિમ છે. આ સિવાય તમે પાટણમાં આવેલી રાણ કી વાવ ની મુલાકાત લઈ શકો છો. આ વાવ 11મી સદીમાં બનેલી વાવ છે જે પાટણની સંસ્કૃતિને જાહેર કરે છે. વાવની ફરતે બનાવેલ પિલર અને દિવાલો પર કોતરેલી મૂર્તિઓ આજે પણ જીવંત લાગે છે.
જો તમે કુદરત પ્રેમી છો તો પોલો જંગલની મુલાકાત લેવી જોઈએ.પોલો એન્ડવેન્ચર ટ્રેકિંગ પ્લેસ તરીકે જાણીતુ છે પરંતુ તેનો વારસો ખુબ જુનો છે જ્યા આવેલા જૈન મંદિરની ઓળખ આગવી છે. પોલો ફોરેસ્ટમાં જૈન મંદિરોની હારમાળાઓ આવેલી છે. આ સિવાય ગુજરાતમાં આવેલ શક્તિપીઠ પૈકી એક પાવાગઢની મુલાકાત લઈ શકો છો.ચાંપાનેરમાં આવેલ જામા મસ્જિદ તે સમયની કારિગરીનું ઉમદા ઉદાહરણ છે.અહી અલગ અલગ સંસ્કૃતિના બેનમુન ઉદાહરણો છે.
ગાંધીજીના વિચારો અને તેમના જીવનને અનુભવવા માટેસાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકો છો. ગાંધીજીએ દાંડી યાત્રાની શરુઆત પણ સાબરમતી આશ્રમથી કરી હતી. ગુજરાતી સંસ્કૃતિનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે સાબરમતી આશ્રમ છે. ધોળાવીરા અને લોથલ એ બંને જુના સમયની ભારતીય સંસ્કૃતિની વિશાળતાને જાહેર કરે છે. આર્કિયોલોકિજલ વિભાગ દ્વારા સંશોધનમાં અહી ઘણી વસ્તુઓ મળી આવી છે.
લોથલ અમદાવાદથી ખુબ નજીક છે જ્યા તમે દિવસભરની મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે ગુજરાતમાં આવેલ એજ માત્ર સૂર્ય મંદિર 1027 એડીમાં બંધાયેલ આ મંદિર ભારતીય જીવંત મંદિરોમાનું એક છે. આ દરેક સ્થાનો ફરી લીધા પણ જો ગુજરાતનું અમૂલ્ય ઘરેણું ગણાતું સાવજને નથી નિહાળ્યો તો તમે કંઈ નથી જોયું. એશિયાટિક સિંહોની એક માત્ર ઉપલબ્ધિનું સ્થળ એટલે ગીર. ગીરના સાવજ જોવા તો ગુજરાતમાં જ આવવું જોઈએ.