EntertainmentGujarat

ગુજરાતના નાના એવા ગામના ખેડૂતે બનાવ્યુ અનોખુ ઈલેક્ટ્રીક ટ્રેકટર ! ખાસિયત એટલી બધી કે જાણી ને….

આપણે ત્યા કહેવત છે જરૂરિયાત જ આવિષ્કાર ની જનની છે ખરેખર આ વાત સાબિત ગુજરાત ના એક ખેડુતે કરી બતાવી છે. હાલ ના સમય મા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ મા સતત વધારો થય રહ્યો છે. અને લોકો ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોટ મુકી છે ત્યારે જેના પાસે પહેલા થી જ પેટ્રોલ અને ડિઝલ ના વાહનો છે તેવો હવે મુજાયા છે. ત્યારે ગુજરાતના નાના એવા ગામ ના ખેડૂતે પોતાની સુજબુજ થી અનોખુ ઈલેક્ટ્રીક ટ્રેકટર બનાવ્યુ છે જેમા ડીઝલ કરતા ઘણો ઓછો ખર્ચ આવે છે.

જો આ ખેડુતની વાત કરીએ તો આ ખેડુત કાલાવડ તાલુકા ના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતે કે જેવો 35 વર્ષ ના છે અને બી.કોમ નો અભ્યાસ કરેલો છે તેવો એ આ અનોખુ ટ્રેકટર બનાવ્યુ છે. મહેશભાઈ એ આ ટ્રેકટર સાત મહિના ની સખત મહેનત બાદ બનાવ્યુ છે અને તેવો એ દાવો કર્યો છે કે કોઈપણ ખેડૂત આ બેટરી સંચાલિત ટ્રેકટર વસાવે તો તે જીરો મેઇન્ટેન્સમાં પોતાની ખેતી કરી શકે છે. આ ઉપરાંત તેવો એ જણાવ્યુ હતુ કે જો ખેડુત ડીઝલ સંચાલિત ટ્રેકટર થી ખેતી કરે તો તેને એક કલાંકે 100 થી 125 રુપીયા નો ખર્ચ લાગશે જ્યારે આ ટ્રેકટર થી દર કલાકે 15 થી 20 રુપીઆ લાગશે.

મહેશભાઈનુ માનવુ છે કે ડીઝલ ના ટ્રેકટર કરતા ઈલેક્ટ્રીક ટ્રેકટર થી જો ખેતી કરવામા આવે તો ખેડુતો ને ખર્ચ ઓછો લાગશે જ્યારે આ ટ્રેકટર પાંચ લાખ થી સાડા પાંચ લાખ મા તૈયાર થશે અને જો સરકાર કોઈ યોજના થકી સબસીડી આપે તો 3 લાખ સુધી મા આ ટ્રેકટર ખેડુતો ને મળી શકે. અને ખેડુતો ને સારો લાભ થય શકે છે.

મહેશભાઈ પાસે પહેલા ડીઝલ સંચાલિત ટ્રેકટર હતુ પરંતુ તેમા સતત ખર્ચ વધુ આવતા તેવો ને વિચાર આવ્યો કે તેવો ઈલેક્ટ્રીક ટ્રેકટર બનાવશે અને આ મોટે તેવો એ 7 -8 મહીના મહેનત કરી ઈલેક્ટ્રીક ટ્રેકટર બનાવ્યુ. આ ટ્રેકટર ની અંદર મહેશભાઈ એ લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે, જે 70 વોલ્ટની સિંગલ બેટરી છે. આ ઉપરાંત ટ્રેકટર ની ખાસિયત એટલી બધી છે કે એક ઈલેક્ટ્રીક કાર મા હોય જેમા ખાસ કરી ને આ ટ્રેકટર એકવાર બેટરી ચાર્જ થઈ જાય એટલે 10 કલાક સુધી ટ્રેક્ટર ચાલે છે તેમજ ડિજિટલ ડિસ્પ્લે આપી છે.

આ ડિસ્પ્લે ટ્રેકટર ની ઘણી બાબતો દેખાડે છે. જેમા ખાસ કરી ને ટ્રેકટર મા ટ્રેકટર ના ઇન્ડિકેટર, ટ્રેકટર કેટલા તાપમાન પર ચાલે છે જેવી બાબતો દર્શાવે છે આ ઉપરાંત આ ટ્રેકટરને મોબાઇલ ફોન સાથે પણ કનેકટ કરી શકાય છે. પણ આ બધા મેનુ જોઈ શકાય છે. આ ઉપરાંત બેટરી મા

બેટરીની 7 હજાર કલાકની ગેરેન્ટી છે. 7 હજાર કલાકમાં કંઈપણ સમસ્યા આવે તો કંપની પીસ ટુ પીસ જ બદલાવી આપશે તેમજ ટેકનોલોજીનો પણ મેં ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે ડિઝલ ટ્રેકટર મા ઓઈલ , ડિઝલ સહીત અન્ય ઘસારાનો ખર્ચ આવે છે જ્યારે આ ટ્રેકટર મા અન્ય કોઈ પણ પ્રકાર નો ખર્ચ આવતો નથી. આ ટ્રેકટર મા ડિઝલ એન્જિન કાઢી બેટરી લગાવવા આ આવે છે આ ઉપરાંત આ ટ્રેકટર મા ચાર ગેઈર આપવામા આવ્યા છે જેમા ત્રણ ફોરવર્ડ અને એક રિવર્સ કરવા માટે છે. આ ટ્રેકટર એટલુ ખાસ છે કે વજન ઊંચકવાની ક્ષમતા 500 કિલોની છે. ટ્રેક્ટરને પાછળ વજન ખેંચવાની કેપિસિટી 200 મણ સુધીની છે.

મહેશભાઇ એ જણાવ્યુ હતુ કે આ ટ્રેકટર થી ખુબ સારી રીતે ખેતી કરી શકે છે. અને આ ટ્રેકટર ની બેટરી ચાર્જ કરતા ચાર કલાંક જેટલો સમય લાગે છે જ્યાર બાદ સતત 10 કલાંક જેટલુ કામ આ ટ્રેકટર થી કરી શકાય છે. ટ્રેક્ટર 22 HP જેટલી તાકાત ધરાવે છે અને તેમાં 72 વોલ્ટની લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ બેટરી સરકાર માન્ય બેટરી છે.

આ ટ્રેકટર મા ખેતી ના વિવિધ સાધનો સાથે કામ કરી શકાય છે જેમ કે વાવણી, ચાસની ખેડ, દાંતી, પંચિયુ, પાછળ પિટિયો હોવાથી તમામ પ્રકારના પાકમાં પ્રેશરથી પણ ચલાવી શકાય છે. ખરખેર જો આના ટ્રેકટર નુ ઉત્પાદન થાય તો લાખો ખેડતો ને ફાયદો થય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *