EntertainmentGujarat

સૌને હસાવનાર રમેશ મહેતા એક સમયે 65 રુપીયા મા નોકરી કરતા હતા

ગુજરાતી ચલચિત્રનાં લોકપ્રિય કલાકાર એટલે રમેશ મહેતા! નમક વિના કોઈપણ મસાલેદાર વાનગીનો સ્વાદ અધરૂઓ જ રહે છે તેવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં જો રમેશ મહેતા ન હોય તો તે ફોગટ ગઈ સમજો. હા ખરેખર આ સાચું જ છે, એક એવો દાયકો હતો જ્યારે કોઈપણ ફિલ્મની પથકથા કેમ ન હોય પરંતુ એ ફિલ્મમાં રમેશ મહેતા તો જરૂર જોવા મળે જ! આજે આ ગુજરાતી ફિલ્મનાં હાસ્ય સમ્રાટ રમેશ મહેતાનાં અભિનયની સફર વિશે જાણીશું.

રમેશ મહેતાનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪ન નવાગામ ખાતે થયેલો.તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી.

૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું કાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચ દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું.

મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા.તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા તેમણે ‘ગાજરની પિપૂડી’ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી. તેઓ “ઓહઃહઃ હો હો..” નાં તકિયા કલામ થી ખૂબ જ જાણીતા હતાં. ૧૧ મે, ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે લાંબી બીમારી બાદ ૭૮ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું. ખરેખર એક વાત સત્ય છે, જે રમેશ મહેતા જેવું આજે કોઈપણ કલાકાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બન્યું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *