સદી ના સૌથી મોટા દાનવિર જમશેદજી ટાટા નો જન્મ ગુજરાત ના આ ગામ મા થયો હતો ! એટલુ દાન કરેલું છે કે અંબાણી
સદી ના સૌથી મોટા દાનવિર જમશેદજી ટાટા વિશે જાણીશું. સમયમાં દાનવીર તરીકે રતન ટાટા નું નામ મોખરે આવે છે પણ ગુજરાતીમાં કહેવત છે ને કે, કૂવામાં હોય તો અવેડામાં આવે. બસ આવી જ રીતે રતન ટાટામાં આવા દાનના ગુણ તેમના દાદા પાસેથી આવ્યા.ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટા દેશના નહીં વિશ્વના સૌથી મોટા દાનવીર છે. દાનના મામલે તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સ કરતાં પણ આગળ છે.
દાનવીરોની યાદીમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા એક સદીમાં 102 અબજ અમેરિકી ડોલર દાન આપીને વિશ્વના સૌથી મોટા દાનવીરના રૂપમાં સાબિત થયા છે. જમશેદજી ટાટા મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બનાવનારા વેપારી ગ્રુપના ટાટા સંસ્થાપક હતા. તેમણે શિક્ષણ અને આરોગ્ય સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં મદદ કરવા માટે બે તૃતીયાંશા ટ્રસ્ટોની માલિકી ભોગવતા ટાટાને ટોચનું સ્થાન મેળવવામાં મદદ મળી છે. જમશેદજીએ ટાટાએ દાનનો પ્રારંભ 1892થી કર્યો હતો.એક નજર તેમના અંગત જીવન પર કરીએ.
જમશેદજી ટાટાનો જન્મ 3 માર્ચ 1839 જન્મ દક્ષિણ ગુજરાતના નવસારીમાં નુસરવાનજી અને જીવનબાઈ ટાટાને ત્યાં થયો હતો .પરિવાર ઝોરોસ્ટ્રિયન અથવા પારસીઓના લઘુમતી જૂથનો એક ભાગ હતો, જેઓ ઈરાનમાં ઝોરોસ્ટ્રિયનોના દમનથી ભાગીને ભારતમાં આવ્યા હતા. તેમના પિતા નુસેરવાનજી, પારસી ઝોરોસ્ટ્રિયન પાદરીઓના પરિવારમાં પ્રથમ વેપારી હતા . તેમની માતૃભાષા ગુજરાતી હતી.
પોતાના પરિવારની પુરોહિત પરંપરા તોડીને બિઝનેસ શરૂ કરનાર પરિવારના પ્રથમ સભ્ય બન્યા તેમને ટાટા કંપનીની શરૂઆત કરીને ભારતમાં અમૂલ્ય ફાળો આપ્યો. જીવનમાં સફળતા અને દાન પુણ્ય કરીને આખરે વર્ષ 1900માં જર્મનીની બિઝનેસ ટ્રીપ પર હતા ત્યારે ટાટા ગંભીર રીતે બીમાર પડ્યા હતા. 19 મે 1904ના રોજ બેડ નૌહેમમાં તેમનું અવસાન થયું. ઇંગ્લેન્ડના વોકિંગના બ્રુકવુડ કબ્રસ્તાનમાં પારસી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેમને કરેલ કર્યો થકી તેઓ આજે પણ લોકોના હદયમાં જીવંત છે. આમ પણ દુનિયાનો નિયમ છે, તમે સારા કાર્ય કરશો તો આ દુનિયા તમને મર્યા પછી પણ યાદ કરતી રહેશે.