તમને માનવા નહી આવે ગુજરતના આ ગામ ના કુતરા કરોડપતિ છે ! જ્યા લોકો કૂતરા ની સેવા કરે…
સમય ની સાથે ઘણું બદલાય જાય છે. આજના સમયમાં માનવતાનાં ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યા છે. આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં માણસો નહીં પણ કૂતરાઓ કરોડપતિઓ છે. આ ગામ એટલે ગુજરાતના મહેસાણા જિલ્લાના પંચોત ગામ. અહીંયાંન કૂતરાઓ કરોડપતિથી ઓછા નથી. ખરેખર, આ ગામ ‘મધ ની પતિ કુતરીયા ટ્રસ્ટ’ ચલાવે છે. ખરેખર આ ગામ અનેક લોકો માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ હોય છે.
માત્ર કુતરાઓ માટે જ ટ્રસ્ટ પાસે 21 વીઘા જમીન છે.આ જમીન માલિકીની જમીન કૂતરાઓના નામે નથી, પરંતુ આ જમીન પર ખેતીથી થતી આવક માત્ર આ કુતરાઓ પર જ ખર્ચાય છે. ખરેખર આવું ભાગ્યે જ જોવા મળે છે.જમીન રાધનપુર-મહેસાણા બાયપાસ પર આવેલી છે, જેની હાલમાં કિંમત 3.5 કરોડ પ્રતિ વીઘા છે ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઇ પટેલ કહે છે કે પંચોટ ગામ પ્રાણીઓ માટેની જુની પરંપરાનો એક ભાગ છે.
આ ગામમાં મધ ની પતિ કુતારીયા ટ્રસ્ટ’ ની શરૂઆત જમીનના ટુકડા દાન કરવાની પરંપરાથી થઈ હતી અને લગભગ 70 વર્ષ પહેલાં આખી જમીન ટ્રસ્ટ હેઠળ આવી હતી. મૂળ માલિકનું નામ હજી પણ જમીનના રેકોર્ડમાં છે. તે જ સમયે, જમીનના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેથી માલિકો પણ તેને ફરીથી હસ્તગત કરવા આગળ આવી શકે છે. પણ આ જમીન પ્રાણીઓ અને સમાજ સેવા માટે દાન કરવામાં આવી હતી.
આ ટ્રસ્ટ્સ ફક્ત કુતરાઓને જ નહીં પરંતુ ટ્રસ્ટના સ્વયંસેવકો બધા પક્ષીઓ અને પ્રાણીઓની પણ સેવા કરે છે. ટ્રસ્ટને પક્ષીઓ માટે 500 કિલો અનાજ મળે છે. ટ્રસ્ટે 2015 માં એક મકાન બનાવ્યું, જેનું નામ ‘રોટલા ઘર’ હતું. બે સ્ત્રીઓ દરરોજ 20-30 કિલો લોટમાંથી આશરે 80 રોટલા બનાવે છે. સ્વયંસેવકો સવારે સાડા સાત વાગ્યે એક થેલા પર રોટલા અનેરોટલીનું વિતરણ શરૂ કરે છે, આ ગામ દ્વારા કુતરાઓ માટે જે પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ખૂબ જ સરહાનીય છે.