સવા બે લાખ નો પગાર હોવા છતા આમૃતભાઈ પટેલ સાઇકલ લઇને ફરે છે ! કારણ જાણશો તો સલામ કરશો
અમદાવાદમાં રહેતાં અમૃતભાઈ પટેલ લાખો રૂપિયા કમાતા અમૃતભાઈ સાવ સાદગી ભર્યુ જીવન જીવે છે અને તેમના પગારમાંથી મોટાભાગની રકમ જે વિદ્યાર્થીઓને ભણવા માટે પૈસાની જરૂર હોય અથવા કોઈ દિકરીનાં લગ્નમાં કે કોઈની સારવારમાં પૈસાની જરૂર હોય તેમને આર્થિક મદદ કરે છે. ચાલો તેમના જીવન વિશે જાણીએ.
અમૃતભાઈનો જન્મ વિરમગામ તાલુકાનાં નાના ઉભડા ગામમાં થયો. તેમના પિતા નાનજીભાઈ તે સમયે ખેત-મજુરી કરતાં હતા. અને 1980માં પિતા માઈગ્રન્ટ થઈને વિરમગામ તાલુકાનાં હિરાપુરા ગામમાં આવીને વસ્યા હતા,અહી તેઓ પાણીનાં ટ્યુબવેલમાં નોકરી કરતાં હતા. ત્યારબાદ બીજા ગામમાં પાણીનાં ટ્યુબવેલમાં વધારે પગાર આપતા હોવાને કારણે કડી તાલુકાનાં ઝાલાસર (કરસનપુરા)માં આવીને વસ્યા હતા.
અમૃતભાઈ એ ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગરમાં એડમીશન લીધુ હતુ. તે સમયે મારા પિતાની માસિક આવક માત્ર 175 રૂપિયા હતી અને મારા ભણવાનો અને હોસ્ટેલનો ખર્ચ મહિને 600 રૂપિયાનો હતો. આટલો મોટો ખર્ચ હોવાથી પિતા અને પરિવારનાં લોકો મુંઝાયા હતા. ગામનાં લોકોએ તેમનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો. ગામ લોકોએ મને ભણાવવા માટે તે સમયે 29,600 રૂપિયા આપ્યા હતા.
સમાજે 30 હજાર રૂપિયા આપ્યા હતા આથી સંકલ્પ કર્યો કે તેઓ રૂ. 30,000ની સામે 3 કરોડ રૂપિયાની મદદ કરશે.તેમની કરી બતાવ્યું પણ ખરું જે પણ કોઈ આવે છે અને કહે છેકે તેમને ભણવું છે અને ફી માટે પૈસા નથી તો તેમની ફી ભરીને તેમની ચોક્કસ મદદ કરે છે. સાથે જ કોઈ એવાં લોકો આવે કે, જેમને દીકરીને પરણાવવી છે અને મદદની જરૂર છે, અથવા કોઈને દવા કરાવવા માટે આર્થિક મદદની જરૂર છે તો એવાં લોકોને પણ હું મદદ કરું છુ. કોઈને ભણવા માટે લેપટોપની જરૂર હોય તો તેમને લેપટોપ લઈ આપું છે.”
ગામના લોકોએ એ આપેલ પૈસા થકી વલ્લભ વિદ્યાનગરમાંથી ડિપ્લોમા BE કર્યા બાદ 1987માં રેલવેમાં નોકરીએ કરી. નોકરીની સાથે સાથે 1992થી 94માં પાર્ટ ટાઈમ બીઈ ઈલેક્ટ્રિકલ એલડી એન્જીનિયરીંગમાંથી કર્યુ ત્યારબાદ 1998માં પોસ્ટ ડિપ્લોમા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટ, વસ્ત્રાપુરમાંથી ફુલટાઈમ કર્યુ હતુ. અત્યારે તે રેલવેમાં લોકો પાયલોટ છું. હાઈ સ્પીડ ગાડી ચલાવે છે અને હાલમાં તેમની 2,25,000 રૂપિયા સેલેરી છે.
લોકડાઉનમાં ગાડી ઓછી ચાલે એટલે 30 હજાર રૂપિયા પગાર ઓછો આવે છે. જે પણ બચત થાય તેને પુરેપુરી દાન કરું છું. અને જો કોઈ મદદે આવે અને પૈસા ના હોય તો બીજા લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને આવીને તેમને મદદ કરે છે.અત્યારે મોટા મોટા પૈસાવાળા લોકો ટેક્સ બચાવવા માટે કોઈ સંસ્થાને મોટી રકમ દાન કરી દે છે અને છૂટી જાય છે. પરંતુ તે રૂપિયા આવા જરૂરિયાતવાળા લોકોને મળે તે જોવું જરૂરી છે.તેમના દ્વારા લોકોનાં જીવનનું ઘડતર થયું છે અને સફળતા મેળવી છે.