EntertainmentGujarat

બીઝનેસ કરવા ગૌતમ અદાણી એ અધવચ્ચે જ છોડી દીધો હતો કોલેજનો અભ્યાસ ! આજે આખી દુનિયામાં નંબર….

ગુજરાતની ધરામાં અનેક ધન કુબેરો છે! ત્યારે ખરેખર આ વાત કોઈ સામાન્ય નાં કહેવાય. આમ પણ કહેવાય છે ને કે ધંધો કરવો એ તો ગુજરાતીઓના લોહીમાં જ છે. એવા ઘણા વ્યક્તિઓ છે, જેમને અથાગ પરિશ્રમ થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. ત્યારે આજે આપણે ગુજરાતનાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અંદાણી નાં જીવન વિશે આજે આપણે જાણીશું. એક સમય એવો હતો જ્યારે તેમના જીવનમાં અનેક પરિસ્થિતિઓ એવી આવી જ્યારે તેઓ તૂટી પડ્યા હતા પરંતુ ક્યારેય આત્મવિશ્વાસ નાં હાર્યા.

જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે.ચાલો એક નજર તેમના જીવન પર કરીએ.ગૌતમ અદાણીમો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ના રોજ ગુજરાતમાં પિતા શાંતિલાલ અને માતા શાંતા અદાણીને ત્યાં જૈન પરિવારમાં થયો હતો. તેઓ ૭ ભાઈ-બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના થરાદથી અમદાવાદ આવીને વસ્યાં હતા.તેમનું પ્રાથમિક શિક્ષણ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદ ખાતે થયું હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વાણિજ્ય વિષયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજના બીજા વર્ષ દરમિયાન જ અભ્યાસ અધૂરો છોડ્યો હતો. અદાણી વ્યાપાર માટે ઉત્સુક હતા પરંતુ તેમની રુચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી.

આપણે ત્યાં એવું કહેવાય છે ને કે, દીકરો બાપની પેઢી જ સંભાળે પરતું ગૌતમ ને કંઈક અલગ કરવું હતું.અદાણી ૧૯૭૮માં કિશોરવયે મુંબઈમાં સ્થળાંતરીત થયા. ત્યાં તેઓ મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં હીરા ઉદ્યોગના કામમાં જોડાયા. આ પેઢીમાં ૨-૩ વર્ષ કામ કર્યા બાદ ઝવેરી બજાર, મુંબઈમાં પોતાની એક હીરા બ્રોકરેજ પેઢી સ્થાપી૧૯૮૧માં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે એક પ્લાસ્ટીક એકમની સ્થાપના કરી. તેના વ્યવસ્થાપનની જવાબદારી માટે તેઓ મુંબઈ છોડી અમદાવાદ પરત ફર્યા. પોલીવિનાઇલ ક્લોરાઈડની આયાતના આ ઉદ્યોગ સાહસે અદાણી માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખોલી નાખ્યા.

૧૯૮૮માં તેમણે અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. જે હાલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ તરીકે ઓળખાય છે. મૂળ આ કંપની કૃષિ અને ઊર્જા પેદાશો સાથે સંકળાયેલી હતી.૧૯૯૫માં તેમણે સૌ પ્રથમ બંદરગાહની સ્થાપના કરી. હાલ આ કંપની દેશની સૌથી મોટી મલ્ટી પોર્ટ ઓપરેટર કંપની છે. મુંદ્રા એ દેશનું સૌથી મોટુ ખાનગી ક્ષેત્રનું બંદર છે. જેની ક્ષમતા પ્રતિ વર્ષ લગભગ ૨૧૦ મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે. આજે આ કંપની ૭૦૫૦ હજાર ડોલરની કિંમત ધરાવે છે અને સૌથી ધનિકોની યાદીમાં મોખરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *