એક સમયે જાહેરમાં ગીતો ગાનાર ગુજરાતી સુપરસ્ટાર નરેશજીની કનોડિયા સરનેમ કંઈ રીતે મળી જાણો…
આપણે કોરોના મહામારીમાં નરેશ કનોડિયાને ગુમાવ્યા છે, જેનો આઘાત ગુજરાતી સિનેમા ક્યારેય નહીં ભૂલે. તેમની ખોટ સદાય વર્તાશે. આમ પણ ગુજરાતી સિનેમા કલાકારો તો અનેક થઈ ગયા પરતું જો ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર તરીકે કોઈને યાદ કરવામાં આવે તો તે છે નરેશ કનોડિયા. આજે આ દુનિયામાં થી ભલે વિદાઈ લઈ લીધી હોય પરંતુ આજે તેમની ફિલ્મો તેમની હયાતી મહેસુસ કરાવે છે
એક વાત શક્ય છે કે, એક કલાકાર ક્યારેય મરતો જ નથી કારણ કે તેને ભજવેલ પાત્ર દ્વારા તે હંમેશા દર્શકોના હદયમાં જીવંત રહે છે. ખરેખર આજે આપણે જાણીશું નરેશ કનોડિયાજી ને પોતાની સરનેમ કંઈ રીતે મળી? આમ પણ બોલિવુડમાં અનેક એવા કલાકારો છે જેને પોતાનો ધર્મ, નામ, અટક બદલાવી નાખી હોય અને તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ત્યારે નરેશ અને મહેશ ભાઈ પોટાની સરનેમ બદલી જ્યારે તેઓ ફિલ્મોના સફળ થયા હતા.
નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.
મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથીકનોડિયા સરનેમ રાખી હતી.ખરેખર આ બંને ભાઈઓ પોતાના ગામનું નામ રોશન કર્યું.તેમને મરણોત્તર પદ્મશ્રીનો એવોર્ડ એનયાત કરવામાં આવેલ.