ફરીદા મીર રહે છે,આવા વૈભવશાળી ઘરમાં!ઘર જોઈને તમેં ચોંકી જશો, આવું જીવન જીવીને..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતી સીંગરોમાં ઘણી સંગીતકાર મહિલાઓનું નામ છે, પરતું એક ભજન કલાકાર તરીકે જેને નામ રોશન કર્યું તે એટલે ફરીદા મીર! ખરેખર આજે આપણે જાણીશું કે ફરીદા મીર કંઈ રીતે પોતાનું જીવન વિતાવી રહી છે અને કેવા આલીશાન ઘરમાં તે રહે છે. ચાલો અમે આપને માહિતગાર કરીએ એ પહેલાં ફરીદા વિશે જાણીએ. ભજનન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે.
જેમાં મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે નામના ધરાવે છે. પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા. જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે. આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. માત્ર ભજનકલાકાર તરીકે નહી પણ અનેક ગીતો ગાયા છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા.
દેશ-વિદેશોમાં અભિનય કરનાર ફરીદા મિરે અનેકગણા ભજનો ગાય ને આપમેળે સફળતા મેળવી ને પોતાની સંપત્તિ બનાવી છે, ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે. ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.
ફરીદા નું ઘર ખૂબ જ આકર્ષક છે અને તેમના બેદરૂમ પણ લકઝરીયસ છે.ખરેખર આવું ભાગ્યે જ કોઈ બીજા કલાકારોનું ઘર હશે. ફરીદા મીર અનેક સમય સુધી બોલબાલા હતી પરંતુ જ્યારથી બીજા નવા સંગીત કલાકાર આવ્યા ત્યારે પછી તેમની કારકિર્દી અટકી ગઈ પરતું લોકપ્રિયતા એવી ને એવી જ છે. ખરેખર ફરીદા મીર ગુજરાતની ગૌરવવંતી મહિલા છે, જેઓ આજે અથાગ પરીશ્રમ થકી સફળતાપૂર્વક પોતાનું જીવન જીવી રહી છે.