EntertainmentGujarat

સુરતમાં ખાતું ખોલાવવા કલાકો સુધી બેસી રહેવું પડ્યું તો બેંક જ ખોલી દીધી ! જાણો કોણ છે કાનજીભાઈ ભાલાળા કે જેવોએ “ધી વરાછા કો-ઓપરેટિવ બેંક

સુરત શહેર મા ત્રણ દાયકા પહેલા થી હીરા નો ઉદ્યોગ ધમધમતો થયો હતો અને 1990 ના દાયકા મા વેપારીઓ , દલાલો હીરા ના લીધે જોખમ રહેતુ હોવાથી દરેક વેપારીઓ લોકર ની સુવિધા રાખતા ત્યારે કાનજીભાઈ પણ હિરાનો વેપાર કરતા હોવાથી તેવો ને પણ લોકરની સુવિધા મેળવવી હતી અને આ માટે બેંક મા ખાતું હોવું જરુરી હતુ આથી તેવો ખાતું ખાલાવવા માટે બેંક એ ગયા હતા.

કાનજીભાઈ ખાંતુ ખોલાવવા ગયા ત્યારે તેમને ઘણી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડ્યો. લખભગ ત્રણ મહીના સુધી તેઓ એ ધક્કા ખાધા બાદ પણ તેમનું ખાતું ખુલ્યું નહી અને આખરે સમાજ સેવક વ્યક્તિ માવજીભાઇ માવાણી ની ભલામાણ થી બેન્ક મેનેજર ને અનુરોધ કર્યો આમ તે દિવસે પણ સાંજે 4 વાગ્યા સુધી બ્રાન્ચમાં બેસવા છતાં ખાતું ન ખુલી શક્યું અને બીજે દિવસે ફરી રાહ જોઈ.


સામાન્ય લોકો ને બેંક મા માત્ર ખાતું ખોલાવવા મા આટલી બધી તકલીફ પડી હોવાની વાતને લઈ ને કાનજીભાઈ ને વિચાર આવ્યો કે તેવો એક બેંન્ક ખોલે કે જેમા ખાતું ખોલાવવા નુ કામ માત્ર પાંચ મિનિટ મા થઈ જાય બસ ત્યારે જ ‘ધી વરાછા કો-ઓપરેટિવ બેંક’ માટે કામ શરૂ થઇ ગયું અને 1995માં બેંક શરૂ પણ થઇ ગઇ. અઢી દાયકાથી આ બેંક સેવારત છે અને ગુજરાતની ટોપ 10 બેંકોમાં સામેલ છે.

કાનજીભાઈ એ બેન્ક ની શરુવાત કરવાને લઈ ના અનેક આગેવાનો સાથે વાતચીત કરી હતી જ્યારે ટ્રસ્ટી પી. બી. ઢકાચા પાસેથી ખાસ માર્ગદર્શન મેળવ્યું. સમાજના પ્રબુદ્ધજનો સાથે મળીને 3,000 ગ્રાહકો શોધ્યા. તેમણે એક-એક હજાર રૂપિયાના શેર લઇને 30 લાખ રૂપિયાની મૂડી સાથે મંજૂરી માટે અરજી સહિતની પ્રોસેસ કરી. મંજૂરી મળતા જ લંબે હનુમાન રોડ સ્થિત એફિલ ટાવરમાં પહેલી બ્રાન્ચ ખુલી.

હાલ ના સમય મા આજે સહકારી બેંકોની કાર્યપદ્ધતિ અનેક વખત સવાલો ઉઠે છે ત્યારે ધી વરાછા કો-ઓપરેટિવ બેંક એ પોતાના ગ્રાહકો નો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને બેન્ક મા આધુનીક ટેકનોલોજી થઈ સજ્જ થઈ અને ગ્રાહકો ના સામાન્ય કામ મીનીટો મા થઈ જાય છે. જ્યારે આ બેન્ક ની શાખા હાલ સુરત જ નહી અમદાવાદ, નવસારી ઉપરાંત અનેક જીલ્લાઓ મા કુલ 23 બ્રાંચ છે. બેંક પાસે આજે 5 લાખથી વધુ ખાતેદારો છે અને ખુબ સારી રીતે કાર્ય કરી રહી છે.

એક સમયે કાનજીભાઈ બેંક નુ ખાતું ખોલાવવા માટે ધક્કા ખાતા હતા જ્યારે આજે તેવો ધી વરાછા કો-ઓપરેટિવ ના મેનેજિંગ ડારેક્ટર છે. જ્યારે 1995માં ક્લાર્ક તરીકે વરાછા બેંક સાથે જોડાયેલા વિઠ્ઠલભાઇ ધાનાણી આજે મેનેજરના પદ સુધી પહોંચી ચૂક્યા છે. કાનજીભાઈ એ સાબિત કરી બતાવ્યું છે જીવન મા કોઈક નક્કી કરો તો તે થઈ ને જ રહે…

કાનજીભાઈ આજે પોતાના સેવાકીય કાર્યો માટે સુરત જ નહી પણ ગુજરાત મા જાણીતા બન્યા છે કાનજીભાઈ જણાવે છે કે “મારી જિંદગી પર ડાયમંડ અગ્રણી ગોવિંદભાઇ ધોળકીયાનો મોટો પ્રભાવ છે. એક વખત ગોવિંદભાઇ મને લાયબ્રેરીમાં મળ્યા હતા ત્યારે હજુ યુવાન હતો તેમણે તે વખતે કહ્યું હતું કે, જિંદગી સુખેથી જીવવી હોય, તો કોઈને નડવું નહી અને કોઇને દુખ પહોંચાડવું નહીં. આ વાત મને અસર કરી ગઇ હતી અને તેમના આવિચારો સાથે જ જિંદગી જીવી રહ્યો છું.એ પછી તો અનેક મુલાકાતો થઇ અને તેમની સરળતા, સહજતા,નિખાલસતા અને સાદગી મને સ્પર્શી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *