2500 રુપીતા મા નોકરી કરી , પાંચ વાર પરીક્ષા મા નાપાસ થયા છતા આખરે બોટાદ જીલ્લા ના કલેક્ટર બન્યા
જીવનમાં કોઈ દિવસ હાર માનવાની નહિ. જીવન માં આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં ગમે તેટલી મહેનત કરવી પડે અને એ મહેનત કરવા છતાં ભલે આપણે પરિણામ ન મળે તો પણ આપણે હાર માનવી જોઈએ નહિ. આપણે આપણા લક્ષ્ય ને વળગી રહેવું પડે છે.
તેવીજ એક વાત સુરેન્દ્રનગર માં રહેતા સુમેરા તુષાર દલપતભાઈ કે જેના પિતા ખેતીવાડી ખાતામાં ફિલ્ડ સુપરવાઈઝર હતા અને તેમની માતા ગૌરીબેન વઢવાણમાં શિક્ષિકા હતા. તુષારે પોતાનો પ્રાથમિક અભ્યાસ ચોટીલા ખાતે કર્યો હતો, ત્યારબાદ ધો-૮ થી ધો-૧૨ નો અભ્યાસ રાજકોટ ખાતે કર્યો હતો. ધો-૧૦ ની પરીક્ષા માં ખુબ ઓછા માર્ક્સ આવેલા હતા, તેના કારણે તેના શિક્ષકો તેને એમ કહેતા કે તું પાસ નહિ થા, જો પાસ થઈશ તો લગ-વગ થી જ પાસ થઈશ. ત્યારબાદ ધો-૧૨ પાસ કર્યાં બાદ તેણે સુરેન્દ્રનગર કોલેજ ખાતે બી.એ માં ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ કોલેજ પૂરી કર્યાં બાદ તેને ચોટીલા ખાતે વિદ્યા સહાયક ની નોકરી કરી ત્યાં તેમનો પગાર ફક્ત રૂ.૨૫૦૦ જ હતો, પણ ત્યાં તેમને એવો વિચાર આવ્યો કે શિક્ષક ફક્ત ગામની અને એક બે પેઢી ને સુધારી શકે, પણ મારે સમગ્ર સમાજ નું ભલું કરવું છે એટલે કંઇક મારે મારા જીવનમાં અલગ કરવું છે.
આથી તુષારે તેનું લક્ષ્ય વિચારી લીધું અને ત્યારબાદ તેને વહીવટી પરીક્ષા ની તૈયારી શરુ કરી દીધેલ. તેણે તેમાં ખુબજ મહેનત કરી પરંતુ તેને વારંવાર નિષ્ફળતા જ મળતી હતી. પરંતુ તે હાર નહોતો માનતો ત્યારબાદ વારંવાર પ્રયાસ બાદ તે સફળ થયો હતો. અને યુ.પી.એસ.સી ની પરીક્ષા માં પાંચમાં પ્રયત્ને તેમને પાસ કરી હતી.
તુષારે જણાવેલ કે તેના પરિવાર જાણો ને અને બીજાને તેના પર વિશ્વાસ હતો. પરંતુ તુષાર ને પોતાના પર એટલો બધો વિશ્વાસ હતો નહિ. તેના સહયોગી સર અને તેના આચાર્ય એ તેને કીધેલુ કે તું આઈ.એ.એસ બનીશ જ અને મારા માતા-પિતા અને મારા સહયોગી ના વિશ્વાસ અને સહકાર થીજ હું મારું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યો છુ. અને મેં આ લેવલ પર પહોંચવા માટે ખુબજ કડી મહેનત અને તપસ્યા કર્યા બાદ હું મારા લક્ષ્ય સુધી પહોંચ્યો છુ.
એટલે જીવનમાં આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે ભલે ગમે તેટલી આકરી મુશ્કેલી નો સામનો કરવો પડે આપણે હાર માનવી જોઈએ નહિ. કારણ કે એ મહેનત અને તપસ્યા નું ફળ ઈશ્વર આપણને આપે છે