કબરાઉ ધામમાં એક રૂપિયો પણ લેવામાં નથી આવતો છતાં પણ કઈ રીતે ચાલે છે માં મોગલનું ધામ?? જુઓ, મોગલ બાપુ શું બોલ્યા….
ગુજરાતના કચ્છમાં આવેલ કબરાઉના પવિત્ર સાનિધ્યમાં માં મોગલ નું પરમધામ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મા મોગલ નું ધામ એ દિવ્ય અને અલૌકિક છે, અહીંયા નિયમિત ભક્તો પોતાની મનોકામના લઈને મા પાસે આવે છે. આ પવિત્ર ધામના મહંત એટલે કે શ્રી મણીધર બાપુ પણ સૌ ભાવિ ભક્તોને હૃદય પૂર્વક આવકારે છે અને સૌનો આદર સત્કાર કરે છે.
આજે અમે આપને મોગલ ધામ વિશે એક ખાસ વાત જણાવીશું જે સ્વયં મોગલ બાપુ એ પોતાના સ્વમુખે કહી છે. તમે ક્યારેય વિચાર્યું છે કે માં મોગલના ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી છતાં પણ આ ધામમાં કઈ રીતે કાર્ય ભક્તોને અખૂટ રીતે પ્રસાદ પીરસવામાં આવે છે? ચાલો અમે આપને તેનું કારણ જણાવીએ જે સ્વયં મોગલ બાપુ એ મીડિયા સમક્ષ કહ્યું છે.
વિજય જોટવાએ બાપુને સવાલ કર્યો છે કે, મોગલ ધામમાં એક રૂપિયાનું દાન લેવામાં નથી આવતું છતાં સાત સાત દિવસ સુધી ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે, તો આ કઈ રીતે ચાલે છે? બાપુએ કહ્યું કે, મોઢાબંધ ગાડીઓ આવે છે, નામ આપે એ ગાડીને પાછી મોકલી દેવાની, રોજ અનાજ, ઘી અને ચોખાની ગાડીઓ આવીને મૂકી જાય છે એ પણ વગર નામે કારણ કે દેનાર ખબર કે બાપુ નામ જાણશે તો મોકલાવી દેશે.
ખરેખર મોગલ બાપુના સ્વમુખે આ વાત સાંભળીને તમને પણ સમજાય જશે કે, મોગલ ધામમાં કેટલી દિવ્યતા અને શ્રદ્ધા સમાયેલ છે કે, અનેક ભાવિ ભક્તો નિ:સ્વાર્થ ભાવે તન,મન અને ધનથી સેવા કરે છે. સૌથી ખાસ વાત એ છે કે મોગલ ધામમાં રોજ અનેક ભક્તો માનતા પૂરી કરવા આવે છે એ તમામ દાનની રકમ અને વસ્તુઓ પણ બાપુ જે તે વ્યક્તિના દીકરી અને બહેનોને આપી દેવાનું સૂચવે છે. ખરેખર ધન્ય છે માં મોગલનું ધામ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.