સુરતના VIP ચોર ના ચોરીના કિસ્સાઓ જાણી ચોંકી જશો ! ચોરી કરવા ક્યારેક પ્લેન મા તો ક્યારેક સાઈકલ મા જતો અને અત્યાર સુધી મા કરોડો…
સુરત શહેરમાં ચોરીના બનાવો તો દિવસેને દિવસે બને છે પરંતુ હાલમાં જ સુરતના VIP ચોર ના ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે ! ચોરી કરવા ક્યારેક પ્લેન મા તો ક્યારેક સાઈકલ મા જતો. ચાલો આ ચોરના કારનામા વિશે અમે આપને માહિતગાર કરીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વેસુ વિસ્તારની હૅપ્પી એક્સીલેન્સિયાબિલ્ડીંગમાં વીવીઆઈપીમાં ચોરીનો બનાવ બન્યો. ચોરી કર્યા પછી ચોર સાઇકલ ઉપર સવાર થઈ ફરાર થઇ ગયો તો.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ કેદ થયેલ. રૂ 57 લાખની ચોરીનો અંજામ આપીને ભાગ્યો છે.આ ચોર કુખ્યાત જયંતિ ખેતમલ હોવાનું જાણવા મળ્યું છે.જે પોશ વિસ્તારોમાં જ ચોરી કરવાની માનસિકતા ધરાવે છે.હાલટી આ સુપર ચોર વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
જાણવા મળ્યું હતું કે, જ્યંતી ખેતમલ ફ્લેટ માલિક તરુણ અનિલ શાહના ફ્લેટમાં નોકર તરીકે કામે લાગ્યો હતો. જ્યંતી ખેતમલે ચોરોની દુનિયામાં વીવીઆઈપી ચોર તરીકે ઓળખાય છે. કારણ કે તેને મેટ્રો અને કોસ્મોપોલેટીન શહેરમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો છે.પહેલા તે ધરમાં નોકર બનીને આવે છે અને પછી બધાને વિશ્વાસમાં લે છે અને પછી ચોરી કરતો.
જ્યંતી ખેમલ કરોડો રૂપિયાની ચોરીના કારનામા કરી ચુક્યો હોવાનું પણ બહાર આવ્યું છે. માત્ર તે પોશ વિસ્તારના ફ્લેટ અને બંગલાઓમાં ચોરી કરતો હતો અને એટલું જ નહિ તે ચોરી કરવા માટે ખાસ એરોપ્લેનમાં સફર કરીને એક શહેરમાંથી બીજા શહેરમાં મુસાફરી કરીને વૈભવશાળી જીવન જીવતો.