કમા ને મળતા રુપીઆનુ શુ કરવા મા આવે છે ?? તે જાણી કમા માટે માન વધી જાશે..જ્યારે ડોક્ટર નાનપણ મા જ કમા વિશે કીધુ હતુ કે તેને “ભજન…
આપણે જાણીએ છે કે, ગુજરાતમાં આજે કમાની બોલબાલા ચાલી રહી છે અને હવે તો સેલિબ્રેટીની જેમ આ વખતે કમો દરેક નવરાત્રીમાં ખાસ મહેમાન બનીને હાજરી આપશે તેમજ વિદેશ આવવાની પણ ઓફર મળી રહી છે, ત્યારે ચાલો અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીએ કે, કમાં કેટલા રૂપિયા કમાવવા લાગ્યો છે અને આ પૈસાનું કમો શું કરે છે. ખાસ વાત એ કે આ વાત જાણીને કમાં પર વધારે ગર્વ થશે.
હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં બેન્ટલી, રોલ્સરોઈસ કારમાં ‘કમાની એન્ટ્રી થઈ રહી છે, ત્યારે નોરતા આવતાં તો ‘કમા’નો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે.પહેલા ગામડામાં લઘર-વગર ફરતો કમો આજે મોટી સેલિબ્રિટીની જેમ સૂટ-બૂટમાં એન્ટ્રી પાડે છે. તેની સાથે એક સેલ્ફી લેવા લાખો લોકો પડાપડી કરે છે
કમા વિશે જાણીએ તો કમોસુરેન્દ્રનગરના કોઠારિયા ગામનો છે. કીર્તિદાનનાં સ્નેહભર્યા સ્પર્શથી નાનકડા ગામનો ‘કમો’ હવે ડાયરા અને નોરતામાં સ્ટેજની શાન બની ચુક્યો છે. જેણે ક્યારેય સ્ટેજ ઉપર જવાનું સ્વપ્ન પણ નહોતું જોયું તે ‘કમા’ની એક ઝલકનાં આજે લાખો લોકો દિવાના છે. ‘કમો’ એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ અને તેની ઉંમર 26 વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશ અને સંજય. બન્ને ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે. કમો તેના કોઠારિયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. થોડા સમય પહેલા કમાનું નસીબ બદલાયું અને કિર્તીદાને હાથ પકડતાં જ કમો એવો તે સેલિબ્રિટી બની ગયો કે આજે ‘કમા’ને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.
કમાની હાજરી દરેક લોક ડાયરામાં હોય છે અને સાથોસાથ પહેલા તેની રાજકોટ શહેરમાં રોયો એન્ટ્રી થઈ અને ત્યારબાદ હાલમાં જ સુરત શહેરમાં કમા ભાઈ લોકોને પોતાની અદાકારીથી હૈયું જીતી લીધું હતું. હાલમાં જ વિદેશની ધરતી પર આયોજકે કમાને 500 ડોલરની ભેટ કરી છે તેમજ કીર્તિદાન સાથે અમેરિકામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નવરાત્રીમાં કમાની ફૂલ ડીમાન્ડ હોવાથી નવ નવ દિવસ બુક થઈ ગયા છે. કમાને લીધે ગરબાના પાસ ધડાધડ વેચાય રહ્યા છે.
કમો હવે હજારો રૂપિયા ફ્રી રૂપે મળવા લાગ્યા છે અને લોકો કમાને ફોન અને અન્ય ગિફ્ટ પણ ભેટના આપી રહ્યા છે તેમજ હવે કમો શૂટ, શેરવાની જેવા મોંઘાદાટ કપડાં પહેરતો થઈ ગયો છે અને કહેવાય નસીબ અને ખરેખર એ વાત કમાની ખૂબ જ પ્રેરણાદાયી છે. કમો જે પણ કંઈ કમાણી કરે છે એટલે કે તેના પર કે પૈસા ઉડાવવામાં આવે છે, તેમાંથી 50 % દાનમાં આપી દેવામાં આવે છે. એક વાત તો ખરેખર 100 % સાચી છે કે, તમારું નસીબ ગમે ત્યારે બદલાય શકે છે બસ માત્ર સમય બદલાવો જોઈએ તમારો.
કમાની માતા એ પણ મીડિયાને જણાવ્યું હતું કે, ડોક્ટરે કહ્યું કે, કમો ખૂબ ભોળો છે. તેને દુનિયાદારીની તો ઝાઝી સમજણ નથી, પરંતુ ભજનમાં ઊંડો રસ છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજનો ગાવાનો તેને ગજબનો શોખ છે. ‘કમો’ લોક ડાયરામાં જવા માટેની હમેશા તક શોધતો રહેતો હતો અને આખરે આશ્રમમાં ડાયરો યોજાયો અને આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ તેને ડાયરાના કાર્યક્રમમાં આગળ બોલાવ્યો હતો. જ્યાં એનો નિર્દોષ ભાવ અને નૃત્ય સાથે ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ હતી અને કીર્તિદાન ગઢવીએ કમાને 2 હજારની નોટ આપીને સન્માન કર્યું બસ ત્યારથી કમાનું નસીબ બદલાયું અને ગુજરાતનાં ડાયારાઓની શાન બની ગયો કમો.