જામનગર ની ડ્રાઇફ્રુટ કચોરી આખા ગુજરાત મા પ્રખ્યાત છે ! જુઓ કેવી રીતે બને અને કઈ જગ્યા પર મળે…
દરેક શહેર પોતાની પ્રખ્યાત વાનગીઓથી ઓળખાય છે, ત્યારે આજે અમે આપને જામનગર શહેરની વિશે જણાવીશું આ કચોરી ગુજરાત ભરમાં જાણીતી છે તેનું નામ છે જૈન વિજય કચોરી ખરેખર આ કચોરી નું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય એ વાત તો સ્વાભાવિક છે, ત્યારે તમે ક્યારે આ વિચાર્યું છે કે આ કચોરી કઈ રીતે બને છે . હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ કચોરી બને છે.
facebook માં આ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે અને આ વીડિયોની અંદર તમામ પ્રોસેસ જણાવવામાં આવે છે કે, ફેમસ જૈન વિજય કચોરી કઈ રીતે બને છે. આપને આ બ્લોગ દ્વારા કચોરીની રીત જણાવીશું તેમજ તમારે વિસ્તૃત પૂર્વક તમે વીડિયોમાં જોઈ શકો છો. જામનગર આવે એટલે કોઈપણ વ્યક્તિકચોરી જરૂર ખાય છે.
ચાલો અમે આપને જણાવીએ કે,જામનગરની વિશ્વ વિખ્યાત કચોરી ગુજરાત અને દેશ સહિત વિદેશમાં પણ ધૂમ મચાવે છે, ત્યારે જણાવીએ કે પ્રખ્યાત કચોરી કેવી રીતે તૈયાર થાય છે.
સૌ પ્રથમ લોટ દળીને એક સરખા પ્રમાણમાં ગોરણા બનાવે છે, કચોરી માટેનો મસાલા પણ તેઓ ત્યાંજ તૈયાર કરે છે. ગોળ-ગોળ ગોરણા બન્યા બાદ તેમને ત્યાં કામ કરતા બહેનો દ્વારા લોટના ગોરણામાં મસાલો ભરવામાં આવે છે અને કચોરીનો શેઇપ આપી તેને તૈયાર કરવામાં આવે છે.
જ્યારે કચોરી તૈયાર કર્યા પછી તેને સારામાં સારા ફુડલાઇટ ઓઇલમાં તળવામાં આવે છે. તેને લગભગ 10 થી 15 મીનીટ સુધી તળવામાં આવે છે અને ત્યારબાદ કચોરી તૈયાર થઇ જાય છે. તેમને ત્યાં બે પ્રકારની કચોરી બનાવવામાં આવે છે, સાદી કચોરી અને ડ્રાય ફ્રુટ કચોરી.કચોરી તૈયાર થયા બાદ કચોરીનું પેકીંગ પણ મશીન દ્વારા કરવામાં આવે છે. સાદી કચોરીને પેકેટમાં સીધી પેક કરવામાં આવે છે અને તેના પેકેટ તૈયાર થઇ ગયા બાદ તેને મોટા બોકસમાં પેક કરવામાં આવે છે.
ડ્રાયફુટ કચોરીને અલગ રીતે પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને થોડી ઠંડી થયા બાદ મશીન દ્વારા ફોઇલ પેપરમાં એક-એક નંગ પેક કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા મશીન દ્વારા તેને ડબ્બામાં પેક કરવામાં આવે છે. આ ડ્રાયફ્રૂટ કચોરીનો ભાવ 700 રૂ છે, જ્યારે સાદી કચોરીનો ભાવ 320 રૂ છે. કચોરીનું નામ સાંભળીને ખાવાનું મન થયું.