બંગાળી પરિવારમાં જન્મેલ અને ઉત્તરપ્રદેશમાં ઉછેર થયો હોવા છતાં અઢળક ગુજરાતી ફિલ્મો આપી! આ વ્યક્તિ ગુજરાતીનું શિક્ષણ આપ્યું હતું.
આપણે ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓ વિશે જાણી રહ્યા છીએ! ત્યારે આજના દિવસે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવાની છે, જે જન્મે બંગાળી હતા અને તેમનો ઉછેર હિન્દી ભાષા આસપાસ થયો છતાં પણ તેમણે ગુજરાતી રંગભૂમિમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી.આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં પરતું તેમણે પોતાના અભિનય પાત્રો થકી દરેક નાં દિલમાં આજે પણ જીવંત છે. ગુજરાતી સિનેમા થી લઈને બોલિવૂડમાં તો અઢળક ફિલ્મો આપી અને ઘડપણમાં પણ તેમણે કામ કરવાનું ન છોડ્યું! ટેલિવૂડની દુનિમા અનેક સિરોયલોમાં યાદગાર ભૂમિકા ભજવી.
આપણે સૌને લાગે છે કે, ગુજરાતી સિનેમા હજી પાછળ છે, પરતું આ જ મંચએ અનેક કલાકારો આપ્યા છે. ગુજરાતી રંગમંચ ભુમી થી લઈને રૂપેરી પરદે રીટાએ અનોખી છાપ છોડી! તેઓ ગુજરાતી નોહતા જાણતાં એટલે જ તેમણે જાણીતા કવિ અને તારી આંખનો અફીણી ગીતના રચયિતા વેણીભાઈ પૂરોહિતનું ટ્યુશન રાખ્યું હતું.
ખાસ વાત એ છે કે, તેઓ બંગાળી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનાં પિતાની નોકરીના કારણે ઉત્તરપ્રદેશમાં તેમનો પરિવાર રહેતો હતો અને આથી હિન્દી માહોલમાં તેમનો ઉછેર થયો હતો. આરંભિક શિક્ષણ લખનૌ ખાતે લીધા પછી તેમણે પુણે સ્થિત ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનય અને ફિલ્મનિર્માણની વિધિવત્ત તાલીમ મેળવી હતી. શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં ઓછી તક મળવાથી રીટાબહેને પ્રાદેશિક ફિલ્મોમાં કારકિર્દી જમાવવા પ્રયાસો કર્યા. એ વખતે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો. આથી તેમણે ગુજરાતી ફિલ્મો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભારે સફળતા મેળવી.
પારકી જણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો જેવી મહિયર ચૂંદડી એ સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ બની! આ ફિલ્મો પરથી મરાઠી અને હિન્દીમાં પણ અનેક ફિલ્મો બની.ગુજરાતી ફિલ્મો ઉપરાંત મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હું, દિલ વિલ પ્યાર વ્યાર, ક્યા કહેના જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. એ સિવાય સંખ્યાબંધ ધારાવાહિકમાં પણ તેમની હાજરી નોંધપાત્ર છે, આખરે તેમની અંતિમ યાદગાર ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રીટા ભાદુરીનું 2018માં કિડની બીમારીના લીધે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું અને પોતાની અભિનયની કળાને સકેલીને તેઓ વિધાતા દ્વારે ચાલ્યા ગયા! ખરેખર ગુજરાતી સિનેમાએ અનેક કલાકારોને ભેટ આપી છે, પરતું બસ આપણે જ ગુજરાતી સિનેમાનો સ્વીકાર નથી કરી શકતા આજે બોલિવૂડની જેમ ઢોલીવુડ પણ લોમપ્રિય બની શકે છે જો આપણે ગુજરાતી ફિલ્મો જોઈશું! કાલે આપણે ગુજરાતી સિનેમાની અભિનેત્રી જય શ્રી ટી જાણીશું.