ગુજરાતનાં આ શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લો આજે પણ ગુજરાતનાં આ રાજાની યાદ અપાવે છે, પરંતુ કિલ્લા ની હાલત જોઈ
ગુજરાતના લોકપ્રિય કવિ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ ‘કલાપી’ કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. શોભના નામનું જીવંત પાત્ર અહીં જ તેમના જીવનમાં પ્રવેશ્યું. રોહાના ડુંગર પર ઊભેલા જે દરબારગઢના ઝરુખામાં બેસીને કલાપીને કાવ્યો સ્ફૂર્યાં હશે, એ ગવાક્ષો હજી પણ કવિની યાદમાં આંસુ સારે છે
કોઈ સમયનો જાજરમાન કિલ્લો અને બેનમૂન કોતરણીના બેજાન લાગતા પથ્થરોમાં હજી પણ કવિનાં સ્પર્શ જીવતાં છે. ચાલો આ કિલ્લા વિશે વધુ જાણીએ.
આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા ગામની સીમા પર આવેલો છે. રોહાનો કિલ્લો ભુજથી ૫૦ કિમીના અંતરે આવેલો છે. તેનો વિસ્તાર લગભગ ૧૬ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલ છે. તેની જમીન સપાટીથી ૫૦૦ ફુટ અને સમુદ્ર સપાટીથી ૮૦૦ ફુટ છે.
રોહા જાગીરનું મુખ્ય મથક અહીં આવેલું હતું. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસા જાગીરદાર અબડાની ૧૨૦ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.
રોહાની જાગીરમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો.રાવ ખેંગારજી પ્રથમના ભાઇ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. તેમના અનુગામી જીયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો.
ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.હાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.