ચોમાસા મા આ સાત જગ્યા એ ફરવા જવાનો પ્લાન ના કરતા ! નકર પછતાવાનો વારો આવશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ પ્રકૃતિનો આનંદ માણવા માટે અનેક જગ્યાએ ફરવા જવાનું પસંદ કરે છે, ત્યારે આજે અમે આપને જણાવીશું કે ચોમાસાની ઋતુમાં ક્યાં શહેરોની મુલાકાત ભૂલથી પણ ન લેવી જોઈએ અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે એ વાત પણ અમે આપને જણાવશું. ખરેખર જો તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહિ.
મુંબઈ : મુંબઈ શહેર એ ભારતનું સૌથી મોટું મહાનગર એટલે કે માયાનગરી છે. આ શહેર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થવાને કારણે શહેરમાં સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ સર્જાય જાય છે, જેથી કરીને ભૂલથી પણ મુંબઈ ફરવા જવાનું ક્યારેય પણ વિચારશો નહિ. મુંબઈ જો તમારે ફરવા જવું હોય તો તમે નવેમ્બર થી ફેબ્રુઆરીના સમયગાળમાં જઇ શકો છો.
ઉત્તરાખંડ : લોકોને પર્વતો સાથે બહુ લગાવ હોય છે અને આજ કારણે તે ટ્રેકિંગ માટે હિલ સ્ટેશન ફરવા જાય છે. ખાસ વાત એ છે કે ચોમાસામાં ઉત્તરાખંડ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર બદલી નાખજો કારણ કે ઉત્તરાખંડની 2013 ની પરિસ્થિતિથી આપણે સૌ કોઈ વાકેફ છીએ.
હિમાચલ – ચોમાસાની ઋતુમાં હિમાચલ પ્રદેશ ખુબસુરત બની જાય છે પણ આ સ્થાને ઉનાળામાં આવવાનું લોકો વધારે પસંદ કરે છે.વરસાદની મોસમ પહેલા અથવા પછી હિમાચલની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. વરસાદ દરમિયાન ખડકોમાંથી પથ્થર પડવા, પૂર અથવા ભૂસ્ખલન જેવી સ્થિતિ ઊભી થાય છે. આ જ કારણે હિમાચલની મુલાકાત ટાળવી જોઈએ.
.કેરળ : કેરળ ચોમાસાની ઋતુમાં કાશ્મીર થી પણ વધુ મનમોહક લાગે છે પણ કહેવાય છે ને કે, અતિ સુંદરતા પણ જોખમી સાબિત થઈ શકે છે. કેરળમાં વરસાદની મોસમમાં અહીંનો સુંદર ની સાથે ખતરનાક બની જાય છે કારણ કે કેરળના ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાય છે. જો તમે કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો સપ્ટેમ્બર અને મ વચ્ચેનો સમય બેસ્ટ છે.
ચેન્નઈ ની મુલાકાત પણ વરસાદના મોસમમાં તો ન જ કરવી જોઈએ કારણ કે ઘણા લોકો દક્ષિણ ભારતની હરિયાળી અને ખૂબસુરતીનો લુપ્ત ઉઠાવવા માટે ચેન્નાઇ ટ્રિપ પ્લાન કરે છે પણ ચેન્નઈ પણ કેરળની જેમ જ પૂરની ઝપેટમાં આવી જાય છે, જેને કારણે તમારે હોટેલમાં જ રહેવું પડે જેથી જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઇ નાં જવું જોઈએ.
ગોવા દરેક લોકો માટે ડેસ્ટિનેશન પ્લેસ છે. ચોમાસાની ઋતુમાં દરમિયાન ગોવામાં ના માત્ર સમુદ્રની લહેરો તેજ થઈ જાય છે અને ચોમાસામાં ગોવાની સ્વચ્છતા પણ એટલી હોતી નથી આ જ કારણે જો તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો તો ચોમાસાની ઋતુ પૂર્ણ થયા પછી ગોવા ફરવા જજો.
પર્વતોની વચ્ચે સિક્કિમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ સુંદરતા માણવા માટે ચોમાસાની ઋતુ સિવાય ગમે ત્યારે તમે સિક્કિમ ફરવા આવી શકો છો. વરસાદની ઋત્યમાં અહિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ જાય છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. તેથી, વરસાદની મોસમમાં સિક્કિમની ટ્રીપ પ્લાન કરવાનું ટાળવું જોઇએ. તો આ તમામ સ્થળો સિવાય તમે ચોમાસાની ઋતુમાં ફરવા જઇ શકો છો પણ ત્યાંની પરિસ્થિતિ જાણવી જરુંરી છે.