ગુજરાતી લોકપ્રિય અભિનેત્રી સ્નેહલતા હાલ ક્યાં છે અને શુ કરે ? ફિરોઝ ઈરાનીએ આપી જાણકારી.
ગુજરાતી ફિલ્મોમાં એક સમયે સ્નેહલતા દર્શકોના દિલ પર રાજ કરતા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા. અનેક સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્નેહલતા છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ફિલ્મોથી દૂર છે. તો આજે અમે તમને જણાવીશું કે તેઓ આટલો સમય ક્યાં હતા અને હવે કેવું જીવન જીવી રહ્યા છે, એવા સવાલો દરેકના મનમાં થાય એ તો સ્વાભાવિક છે.
ત્યારે હાલમાં જ ટીવીના ન્યૂઝમાં આવતો શો ચિરાગ વિથ ચેટ દ્વારા જાણવા મળ્યું છે કે, સ્નેહલતા ક્યાં છે. આ શોમાં ફિરોઝ ઇરાનીએ જણાવ્યું કે, હાલમાં સ્નેહલતા ક્યાં છે અને શું કરી રહ્યા છે, તે જણાવેલ ત્યારે અમે આપને સ્નેહલતાનાં જીવન વિશે જણાવીએ.મૂળ મરાઠી સ્નેહલતા હવે ફિલ્મોથી દૂર રહે છે. હવે તેમને ગ્લેમરનો કોઈ મોહ નથી.તેમણે પોતાની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી.
આ ઉપરાંત હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું. ગુજરાતી ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. આજે પણ તેમને અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ્સની ઓફર મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી. સ્નેહલતાએ અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. જેમાં રાનવઘણ, ભાદર તારા વહેતા પાણી, મોતી વેરાણા ચોકમાં, હિરણને કાંઠે, વીર માંગરાવાળો, ઢોલા મારુ,ઢોલી, રાણી રિક્ષાવાળી, ભાવ ભાવના બેરૂ, રાણો કુંવર, સોન કંસારી, હરિશચંદ્ર તારામતી, હોથલ પદમણી, કોરા આંચલ, જય હનુમાન જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, એક શો દરમિયાન ફિરોઝ ઈરાનીએ જણાવેલ કે, હાલમાં સ્નેહલતા પોતાના પરિવાર સાથે મુબાઈમાં જ રહે છે અને નિવૃત જીવન જીવી રહ્યા છે. તેમને ફિલ્મઉધોગ કલાકાર સાથે જ લગ્ન કરેલ અને તેમના દીકરા અને દીકરી પણ વેલસેટ છે અને તેઓ ખૂબ જ ખુશહાલ સમય વિતાવી રહ્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ યાદગાર બની ગઈ છે ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે જ્યારે એમને અભિનેત્રી વિશે આ વાત જાણવા મળી છે.