તમને માનવા મા નહી આવે ! આ ગામ મા થાય છે સાપ ની ખેતી ? કારણ જાણશો તો…
આ જગતમાં અજબ ગજબ ઘટનાઓ બને છે! આ ઘટના પાછળ કુદરતનો ક્રમ કરતાંય વધુ માણસોની બુદ્ધિઓ વધવા લાગી છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે આજે અમે આપને જણાવશું સાપની ખેતી વિશે! અનાજ અને ફળ ફૂલોની ખેતી વિશે તો આપણે સાંભળ્યું હોય પરંતુ તમે ક્યારેય સાપની ખેતી વિશે સાંભળ્યું છે? આજે અમે આપને જણાવશું એક એવા ગામ વિશે જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે. શા માટે લોકો સાપની ખેતી કરે છે તેની પાછળનું રસપ્રદ કારણ છે..ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આ આખરે કયું ગામ છે.
હવે સૌથી પહેલા આપણે જાણીશું કે શા માટે સાપ ની ખેતી કરવામાં આવે છે? સાપના માંસ અને શરીરના અન્ય ભાગો માટે અહીં ખેતી કરવામાં આવે છે. સાપનું માંસ ચીનમાં શોખ ખાવામાં આવે છે. ઉપરાંત, સાપના શરીરના ભાગોનો ઉપયોગ દવાઓના ઉત્પાદનમાં પણ થાય છે. આ ગામ સાપની ખેતીને કારણે આખી દુનિયામાં જાણીતું છે. જોકે પહેલા અહીં ચા અને કપાસની ખેતી કરવામાં આવતી હતી, આજે અહીં મુખ્ય કામ સાપની ખેતી છે
આ ગામ એટલે ચીનનું જિસિકિયા છે. આ ગામના લોકો સાપની ખેતી પર આધારીત છે. આ ગામની દરેક વ્યક્તિ આ કાર્ય સાથે સંકળાયેલ છે. જિસિકિયાઓમાં વિવિધ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે. આ ખેતીમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી સાપ સહિત ઘણા સાપ ઉછેરવામાં આવે છે. સ્થાનિકોને જે સાપથી સૌથી વધુ ડર છે તે ફાઇવ સ્ટેપ સાપ છે. આ ફાઇવ સ્ટેપના નામ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા પણ છે. સામાન્ય લોકો માને છે કે આ સાપના ડંખ પછી વ્યક્તિ માત્ર પાંચ પગથિયા ચાલવા માટે સક્ષમ હોય છે અને બાદમાં તેનું મૃત્યુ થાય છે.
સાપને લાકડા અને કાચનાં નાના બોક્સમાં ઉછેરવામાં આવે છે. જ્યારે સાપ ઇંડામાંથી ઉગે છે, પ્લાસ્ટિકની થેલીના ઉપયોગથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે.
જ્યારે સાપ મોટા થાય છે, ત્યારે તેમને ફાર્મ હાઉસમાંથી બીજી તરફ લઈ જવામાં આવે છે, જ્યાં તેનું ઝેર કાઢવામાં આવે છે અને પછી તેમના માથા કાપી નાખવામાં આવે છે. આ પછી, સાપકાપીને તેનું માંસ બહારની બાજુ રાખવામાં આવે છે. ચામડું અલગથી સૂકવવામાં આવે છે.