EntertainmentGujarat

માયાભાઈની ઉદારતા : એક વ્યક્તિ તેમની દોઢ કરોડની જમીન માંગી તો તેને દાનમાં આપી દીધી! કારણ જાણીને ગર્વ થશે…

ગુજરાતના લોકપ્રિય કલાકારોની યાદીમાં માયાભાઈ આહીર હંમેશા ચર્ચામાં રહે છે. આપણે જાણીએ છે કે માયાભાઈ આહીર સેવાકામગીરી પણ કરે છે. આજે અમે એક એવો જ યાદગાર કિસ્સો જણાવીશું. આ કિસ્સો સાંભળીને તમને માયાભાઇ પર ગર્વ થશે. ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે.

માયાભાઈની એક ખાસિયત છે કે, તેઓ જાહેરજીવનમાં જે સ્ટેજ પરથી બોલે છે, એજ વાતને તે પોતાના વાસ્તવિક જીવનમાં પણ અમલમાં લે છે. વાત જાણે એમ છે કે, માયાભાઈ આહીરની રાજુલામાં દોઢ કરોડની જમીન હતી જે જમીનની એક વ્યક્તિએ માંગી અને બસ પછી તેમના એક બોલથી માયાભાઈએ પોતાની જમીન આપી દીધી.

જમીન આપવાનું કારણ જાણીએ તો એ વ્યક્તિ એ માયાભાઈની કહ્યું હતું કે, આ જમીન પર ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે હોસ્પિટલ બનાવવી છે. તમે તમારી જમીન આપો અમે આપને કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર છે.
આ વાત સાંભળીને માયાભાઇ આહીરનાં મુખમાંથી જે શબ્દો નીકળ્યા તે સાંભળીને લોકોની આંખમાંથી આંસુ આવી ગયા હતા.

માયાભાઈ આહીર કહ્યુંકે હું એક આહીર નો દીકરો છું અને વર્ષોથી આહીર હંમેશા દિન દુખિયાને આશરો આપતા આવ્યા છે.હુંજો આ કામ માટે પૈસા લઈશ તો મારું કુલ લજવાશે, આહીરનો આશરો લજવાશે. હું આ કામ માટે એક પણ રૂપિયો મારી જમીનનો લેવા માટે તૈયાર નથી.હું આ જમીન ગરીબ લોકોની સેવા માટે હોસ્પિટલ બનાવવા માટે તમને ભેટ સ્વરૂપે આપું છું.

એક લોક સાહિત્યકાર ના મુખમાંથી જ્યાં શબ્દો નીકળ્યા તે માં સરસ્વતી નું એક સન્માન હતું માયાભાઈ આહીરે આ કળયુગમાં પણ પોતાની માનવતાને જીવતં રાખીને 1.5 કરોડની જમીન દાનમાં આપી દીધી. ખરેખર આજના સમયમાં કોઈપણ વ્યક્તિ આવું કરી શકે નહીં ત્યારે માયાભાઈએ જે કાર્ય કર્યું એ ખૂબ જ ઉમદા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *