44 વર્ષ પેલા આટલા રૂપિયામાં મળતું ગોદરેજ કંપનીનું આ ફ્રિજ!! જૂનું બિલ થયું વાયરલ.. જુઓ કેટલો ભાવ છે…
હાલમાં સોશિયલ મીડિયા પર જુના બીલો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, ત્યારે હાલમાં જ 44 વર્ષ પહેલાનું એક બિલ સામે આવ્યું છે. આ બિલ ગોદરેજ કંપનીના ફ્રિજનું છે. હવે તમે પણ વિચારતા થઇ જશો કે એ સમયમાં માત્ર આટલા રૂપિયામાં ફ્રિજ આવતું. તમને જણાવી દઈએ કે, આ બિલ 1978નું છે.
44 વર્ષ પહેલાનું આ ફ્રિજ હવે તો માર્કેટમાં પણ નથી મળતું અને કંપની એ પણ બનાવવાનું બંધ કર્યું છે. તે વખતે આ ફ્રિજ માત્ર 2550 રૂપિયાનો હતો. જ્યારે આજે આ જ કંપનીનો સૌથી સસ્તો ફ્રિજ 31,270 રૂપિયાનો આવી રહ્યો છે.
વાયરલ અંગે જાણીએ તો આ બિલ ગોદરેજ કંપનીના 165 લિટરના ફ્રિજનો છે. બિલ પર ખરીદીની તારીખ 1 મે 1978 છે. બિલ સાથે તેનું ગેરંટી કાર્ડ પણ છે. તે વખતે પણ કંપની ફ્રિજ સાથે 1 વર્ષની ગેરંટી આપતી હતી. 2550 રૂપિયાના ફ્રિજ પર 992 રૂપિયા એક્સાઈડ ડ્યુટી લાગી હતી. આ ઉપરાંત ફ્રિજ પર સ્ટેટ ટેક્સ પણ વસૂલવામાં આવ્યો છે. આ ટેક્સ 10% છે. એટલે ફ્રિજ પર એક્સાઈડ ડ્યુટી ઉપરાંત 354 રૂપિયા ટેક્સ પણ લાગ્યો છે.
ગોદરેજ કંપનીની હવે આ ફ્રિજ બનાવવાનું જ બંધ કરી દીધું છે. કંપની હાલમાં સૌથી નાનું ફ્રિજ 234 લિટરનું બનાવે છે, જેની કિંમત 31,270 રૂપિયા છે. તો, ફ્રિજ પર જીએસટ અલગથી ચૂકવવો પડશે. ખરેખર સમય સાથે વસ્તુઓ એટલી મોંઘી થઇ ગઈ છે કે આજે હવે જૂનો જ્માનો આપણને યાદ આવી જાય છે,.