“મણીયારો” અને “જાગરે માલણ જાગ” જેવા અનેક સુપરહિટ ગીતો આપનાર પ્રફુલ દવે નો જન્મ ગુજરાત ના આ ગામ મા થયો હતો ! જાણો તેમના જીવન સંઘર્ષ વિશે.
આજે આપણે વાત કરીશું ગુજરાતી ગાયક કલાકારની જેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. એક સમય એવો હતો જ્યારે હોસ્ટેલમાં રહેવા માટે તેમની પાસે પૈસા પણ ન હતા છતાં પણ તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને આજે તેઓ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમના દીકરા અને દીકરી પણ આજે સંગીત ક્ષેત્ર જોડાયેલ છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર પ્રફુલ દવેના જીવનની ખાસ વાતો વિશે.
જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે છે,પરતું કહેવાય છે ને કે સફળતા દરેક વ્યક્તિને સમય આવે છે, ત્યારે અચૂકપણે મળે છે. પ્રફુલ દવેનો જન્મ અમરેલી જિલ્લાના કૂકાવાવ તાલુકાના હાડલામાં ગામમાં દેવશંકરના ઘરે થયો હતો. તેમના પિતા ગામની શાળામાં આચાર્ય હતા તેમજ તેઓ પણ ક્યારેક શાળામાં ગીતો ગાતા હતા પરંતુ તેમને ક્યારેય પોતાના દીકરાને સંગીત ક્ષેત્ર આગળ જવાનું પ્રોત્સાહન ન આપેલું કારણ કે, તેઓ ઇચ્છતા હતા કે પ્રફુલ ડોકટર બને. આખરે કહેવાય છે ને કે, જેના લેખ જ્યાં લખાયા હોય ત્યા જ વિધાતા એ વ્યક્તિને એ દ્વારે લઈ જાય છે.
સમયની સાથે ઘણુંબધું બદલાય છે, એવી જ રીતે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવ્યા છતાં પણ પ્રફુલ દવે હાર ન માની. એકવાર બાળપણમાં પ્રફુલદવે તેમની બહેનને ઓખા હરણનું એક પદ વાંચતા સાંભળ્યા હતા. બસ એ દિવસ પછી તેમને સંગીત પ્રત્યે વધુ લગાવ આવ્યો પણ તેમના પિતા ઇચ્છતા હતા કે, ગીતો ગાવાથી ઘર ન ચાલે અને ગીતો ગાવાનાં પૈસા પણ ન લેવાય. આ જ ઇચ્છાને કારણે પ્રફુલ ભાઈ આર્યુવેદની કોલેજમાં એડમિશન લિધુ પરતું ત્યાં રહેવા માટે હોસ્ટેલની ફી નાં પૈસા ન હતા.
આ કારણે તેઓ એક ઋષિના આશ્રમ રહેતા જ્યારે જૈન સમુદાયને ત્યાં એક રેસ્ટોરન્ટમાં જમતા. આમને આમ તેઓએ ત્રણ વર્ષ વિતાવી દીધા. અભ્યાસપૂર્ણ કર્યા પછી તેમણે ભીલડી ગામમાં ડોકટર તરીકે હોસ્પિટલમાં જોડાયા પરતું એમને સંગીતક્ષેત્ર સાથે વધુ લગાવ હતો. પોતાની કારકિર્દીમાં સફળ થઈ ગયા છતાં પણ તેમના જીવનમાંથી સંગીત ગયું જ ન હતું. હોસ્ટેલમાં હતા એ દરમીયાન પણ તેઓ બાલ્કનીમાં અને બાથરૂમમાં ગીતો ગાતા હતા. કોલેજના વાર્ષિક મોહત્સવમાં મણિયારો ગીત ગાયું અને યુવા મોહત્સવમાં બેફામની ગઝલ ગાઈને ગુજરાત ભરમાં લોકપ્રિય થયા.
જીવનમાં એક વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમમાં ડૉક્ટર મિત્રએ અમદાવાદમાં તેમને ગરબીમાં ગાવા માટે બોલાવ્યા અને ત્યાર તેમને બે ગીતો ગાવા બોલાવ્યા હતા પરંતુ તેમને એવી રમઝટ બોલાવી કે નવ નવ દિવસ તેમને ગરબા ગાયા.બસ આ પછી તેમને ગુજરાતી ફિલ્મોમાં ગાવાનો અવસર મળ્યો અને તેમણે પહેલું ગીત મણિયારો ગુજરાતી ફિલ્મ લાખો ફુલાની માટે ગાયું હતું.
બીજું ગીત વનરાવન રુડું મારું એ આશા ભોંસલે સાથે ગાયેલું અને આ ફિલ્મ હતી ચુંદડીનો રંગ. આ પછી તો તેમની કારકિર્દી ખૂબ જ સફળ બની અને ગુજરાતી ફિલ્મોમાં તેઓ એક માત્ર એવા સિંગર હતા જેમનાં ગીતોની રમઝટ અવશ્ય બોલાતી. આજે તેઓ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમનો દીકરો હાર્દીક દવે અને ઇશાની દવે ગુજરાતી સિનેમાના લોકપ્રિય કલાકાર છે.