મંદિરમાં પૂજારી તરીકે સેવા કરનાર ગુજરાતીએ અબજો રૂપિયાનું આફ્રિકામાં એમ્પાયર ઉભું કર્યું.
ખરેખર ભાગ્યનો દરવાજો ઈશ્વર ઉઘાડે છે, ત્યારે આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેણે પોતાની આપમેળે આફ્રિકામાં પોતાનું નામ રોશન કર્યું. આ વ્યક્તિ કોઈ શ્રીમંત પરિવાર નો ન હતો પરંતુ સમાન્ય ઘરનો હતો એ પણ બ્રાહ્મણ જ્ઞાતિનો આ વ્યક્તિ આજે દેશના ટોપ 50 ધનવાનપતિમાં નામ બોલાઈ છે. ત્યારે ચાલો જાણીએ કે, આખરે તેના જીવનની કથા શું છે.
કાઠીવાલ જન્મલે નરેન્દ્ર રાવલ આજે કેન્યાનાં સૌથી ધનવાન વ્યક્તિ તેમજ ખૂબ જ પ્રસિદ્ધ છે તેમના થકી ત્યાં આજે 50 હજાર થિ વધુ અફ્રીકનોને રોજગારી મળે છે તેમજ ત્યાંના બાળકોને શિક્ષણ પાડે છે સાથો સાથ રોજ બાળકોને ભોજન આપ છે અને આ શહેરમાં તેમણે નિસહાય વૃદ્ધ માટે અનાથ આશ્રમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ટૂંકમાં તેઓ માત્ર રોજના 10 લાખ રૂપિયા દાનમાં આપે છે અને તેમણે પોતાની સંપત્તિનાં 50 % દાનમાં આપવાની વસીયત બનાવી છે.
કેન્યામાં તેઓ સ્ટીલ માં ગુરુ તરીકે ઓળખાય છે કારણ કે કેન્યામાં તેઓ ની દેવકી સ્ટીલની કંપની છે તેમજ સિમેન્ટની કંપનીઓ ધરાવે છે, ટાઈમ્સ અને ફોબ્સમાં તેમની કવરમાં તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને ખરેખર તેમની સાથે તેમની ધર્મ પત્ની નિતા રાવલ સંગાથે જ રહે છે. આ સફળતા પાછળ તેમની એક કહાની છે તે જાણીએ.
નરેન્દ્ર રાવલ ગુજરાતનાં એક નાનાં ગામમાંથી આવ્યા હતા નૈરોબી પૂજારી તરીકે પરતું સમય જતાં પિતાની તબિયત ખરાબ થતા તેઓ ગુજરાત આવ્યા પરતું તેમની નોકરી જતી રહી પરતું તેમણે હિંમત ન હારી અહીંયા ગુજરાતમાં અજન્ટામાં કામે લાગ્યા પણ પગાર પોસાય નહિ એટલે ફરી આફ્રિકા ગયા અને સ્ટીલ કમ્પનીમાં જોડાયા એ પણ ટૂંક સમયમાં બંધ થતાં તેમણે હાર્ડવેરની નાની દુકાન ખોલી અને એક નિષ્ઠાવન વેપારી તરીકે તેમણે કામ શરૂ કર્યું જોતા તેમને આ નાની દુકાન માંથી મોટું એમ્પાયર બનાવ્યું આજે તેઓ ખૂબ જ સફળ વ્યક્તિ બન્યા છે.
નરેન્દ્ર રાવલ પોતાના જીવનની આત્મકથા પણ લખી છે ગુરુ તે ઈંગ્લીશ અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આખરે આ બુક્સમાંથી જે કમાણી થઈ તે બધી દાનમાં આપી દીધી. ખરેખર આ વ્યક્તિ સદાય ભગવાનની પૂજા અર્ચના કરી સાથોસાથ સમાજસેવા કરી આજે તેનું આ પરિણામ છે.