કચ્છમાં ચમત્કાર થયો ? લક્ષ્મીનારાયણ મંદિરમાં 75 વર્ષ બાદ શિખર પર થી એવી વસ્તુ મળી કે સૌ કોઈ ચોકી ગયા
ઘણી વાર એવી એવી ઘટના ઓ બનતી હોય છે કે આપણા તેને શુ કહેવુ વિજ્ઞાન કા ચમત્કાર એ સમજી શકતા નથી અને દુનીયા મા અનેક ઘટના ઓ એવી છે જેનો જવાબ વિજ્ઞાનીકો પાસે પણ નથી. એવી જ એક ચમત્કારીક ઘટના ગુજરાત મા બની છે. અંજાર તાલુકાના ખેડોઈ ગામે લક્ષ્મીનારાયણ મંદિરમાં 75 વર્ષ પહેલાં રાખેલો શીરો મળી આવ્યો છે.
જાણવા મળતી વિગતો અનુસાર અંજાર તાલુકા ના ખડોઈ ગામે એક અવિશ્વસનીય ઘટના બની હતી. ગામ લોકો પાસે થી જાણવા મળતી વિગતો અનુસાર 1945 મા ખડોઈ ગામ મા પટેલવાસમાં વડીલો દ્વારા લક્ષ્મીનારાયણનો મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદીર ને અનેક વર્ષો વિતી ગયા હોવાથી ઘણુ જર્જરીત થઈ ગયુ હતુ. તેથી શિખર બદવાનુ હોવાથી તારીખ 8-9 ના રોજ હવન કરવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જે દરમ્યાન શિખર પર ના કળશ ને હટાવવા મા આવતા ટોચ પર થી એક કુંભ મળી આવ્યો હતો અને જ્યારે આ કુંભ મા અંદર જોયુ તો અંદર એક સીક્કો હતો જેના પર લખેલું હતુ કે “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” આ ઉપરાંત કુંભ મા શેરો પણ હતો જે મંદીર ના પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ધરવામાં આવ્યો હતો. આ જોઈ સૌ કોઈ લોકો મા કુતૂહલ સર્જાયું હતુ.
આ શિરો એવી સ્થિતિ મા હતો જાણે હમણા જ બનાવ્યો હોય અને તેમાથી ઘી ની સુગંધ પણ આવી રહી હતી. આ જોઈ સૌ ગામ લોકોઆશ્ચર્ય પામ્યા હતા અને સૌએ તે પ્રસાદ લઈ ફરી વખત ભગવાન પાસે તે શીરો ધર્યો હતો.