માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષની દીકરી સિક્કો ગળી ગઈ, અન્નનળીમાં ફસાઈ જતા આ રીતે બહાર કાઢ્યો કે…
વાલીઓ માટે હાલમાં એક ચોંકાવનાર અને સાવચેતી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. આપણે જાણીએ છે કે, અવારનવાર અનેક બાળકો રમત ને રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. મોટેભાગે રૂપિયાનાં સિક્કા ગળી જવાના બનાવો વધુ બનતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, લિંબાયતમાં રહેતા એક પરિવારની 5 વર્ષીય પુત્રી સિક્કો ગળી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં પણ ડર અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ તો સિવિલમાં લવાયેલી આ બાળકીની અન્નનળીમાં સિક્કો ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે ઇએનટી ડૉક્ટરે ફસાયેલા સિક્કાને દુરબીનની મદદથી કાઢી લીધો હતો.સમયસર જાણ થતાની સાથે જ દીકરીનો જીવ બચી ગયો હતો. આ ઘટના દરેક માતા પિતા માટે લાલબતી સમાન છે.
આ દીકરી વિશે જાણીએ તો લિંબાયત ગણેશનગરમાં રહેતા પ્રવીણ પાટીલની 5 વર્ષિય પુત્રી જાગૃતિ સિનિયર કેજીમાં છે અને શુક્રવારે સવારે તે ટીવી પાસે પડેલો 1 રૂપિયાનો સિક્કો રમતી હતી. થોડા સમય બાદ અચાનક તેને ઉલટી થવા લાગતા માતાએ પૂછપરછ કરી તો તેણે સિક્કો ગળી ગઈ હોવાનું જણાવ્યું હતું.આ વાતની જાણ થતાં જ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. જાગૃતિનો એક્સ-રે પડાવતા સિક્કો ગળામાં ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું.
આ કારણે દીકરીનો જીવ બચાવવા માટ ઈએનટી વિભાગમાં મોકલાઈ હતી. ઇએનટીના તબીબે જણાવ્યું કે સિક્કો અન્નનળીમાં ફસાયો હતો. જેથી તેને દુરબીનની મદદથી કાઢવો પડે એમ હતો. જાગૃતિને એનેસ્થેસિયા ટીમની મદદથી બેભાન કરીને ઇએનટીના ડો.ખુશી ભાવસારે અને ડૉ.મેરુના મદદથી 5 જ મિનિટમાં દુરબીનની મદદથી સિક્કો કાઢી લેતા પરિવારે રાહતનો દમ લીધો હતો. અઠવાડિયામાં આવા 3-4 બનાવ બને છે. જેમાં આ ખૂબ ગંભીર હતો. ડોક્ટરોની સુજબૂજથી તેનો જીવ બચ્યો હતો પરંતુ આવા બનાવમાં ક્યારેક બાળકનો જીવ પણ જઇ શકે છે.