EntertainmentGujarat

ગુજરાત નુ અનોખુ ગામ ! વર્ષે 2 કરોડ ની કમાણી કરે અને 5 હજાર પશુઓ અને ચારે કોર હરીયાળી…

આજના સમયમાં આપણે અનેક એવા ગામો વિશે સાંભળ્યું છે, પરંતુ આજે આપણે એક એવા ગામ વિશે સાંભળીશું જે ગુજરાત રાજના અનેક શહેરો પણ કરતાંય વધુ વિકસિત થઈ સમ્રાટ લાગે છે. ખરેખર આપણે સોશિયલ મીડિયામાં અનેક વખત અજબ ગજબ ગામડાઓ વિશે જાણતાં હોઈએ છીએ, પરંતુ ભાગ્યે જ તમેં આ ગામ વુશે સાંભળ્યું હશે. ચાલો અમે આપને એક એવા ગામની મુલાકાત કરાવીએ જે ગુજરાત નુ અનોખુ ગામ છે ! વર્ષે 2 કરોડ ની કમાણી કરે અને 5 હજાર પશુઓ અને ચારે કોર હરીયાળી…

આજે અમે વાત કરીએ રહ્યા છે, પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આવેલું ભીમાસર ગામની જે ખૂબ જ ઐતિહાસિક મહત્વતાની સાથે આધુનિક સુવિધા ધરાવતું ગામ છે. આ ગામ તેની સુખ સુવિધાઓ માટે અને સુંદરતા થી વખાણય છે. આ ગામ વિનાશ પર સર્જનનું ઉત્તમ ઉદાહરણ છે. વાત જાણે એમ છે કે,બકચ્છમાં વર્ષ 2001ના આવેલા મહા ભૂકંપના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું.

ગામને બેઠું કરવા રાજ્ય સરકારે ગામ નિર્માણ અંતર્ગત પાંચ પેકેજ જાહેર કરાયા હતા જેમાં ભીમાસર ગામ પેકેજ ન. 5 યોજનાનો લાભ લેનાર કચ્છ જિલ્લાનું એક માત્ર ગામ બન્યું. રાજ્ય સરકારના રૂ. 11 કરોડ અને સહારા ઇન્ડિયા ગ્રુપ ફાઉન્ડેશનની રૂ.11 કરોડની મદદ સાથે નવા સ્થળે ભીમાસર નવ સર્જન પામ્યું. રૂ. 22 કરોડના ખર્ચે વિશાળ પટાંગણ સાથે ઉભા થયેલા 842 મકાન 2004ના વર્ષમાં લોકાર્પિત કરવામાં આવ્યા હતા.

આજે આ ગામમાં પહોળા રસ્તાઓની સાથે , પર્યાવરણ રક્ષણ માટે બંને બાજુએ કતારબંધ લીલા વૃક્ષો છે. સમગ્ર ગામમા 20 થી 25 હજારથી પણ વધુ વૃક્ષો છે, તો છ કોમ્યુનિટી સેન્ટર, ગામની સલામતી હેતુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક આવેલું છે,જેનું ઓપરેટિંગ પંચાયત કચેરીમાંથી કરવામાં આવે છે. સુએજ લાઈન અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ઉપરાંત તમામ ફળિયામાં આરસીસી રોડ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા સંકુલો છે.મનોરંજન હેતુ બાગ બગીચા પણ ખરા. વીજળી, પાણીની 24 કલાક સુવિધા રહેલી છે.

ખરેખર આનાથી વિશેષ બીજું તો શું હોય શકે, આવી સુવિધાઓ તો તમને ક્યાંય જોવા ન મળે, આજે શહેરો કરતાંય વધુ આ ગામ આર્થિક રીતે વધુ સધ્ધર છે.ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલ રિફાઇનરીઓ આવી છે. ગ્રામ પંચાયત આ રિફાઇનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી કરે છે. હાલ ચાર જેટલી ખાદ્યતેલ રિફાઇનરી આવેલી છે
ઉદ્યયોગ નાં પ્રદુષણ ને અટકાવવા વિભાગ સાથે સંકલનમાં દેશી વૃક્ષોના આશરે 2500 રોપાઓ રોપવામાં આવ્યા હતા.

ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા પણ સ્થાપિત કરવામાં આવી છે જે સવારે 7 વાગ્યે પાણી આપવાનું શરૂ કરે છે અને 9 વાગ્યે બંધ થાય છે. આ ભીમાસર ‘ચકાસર’ના નામ સાથે ઓળખાય છે. ગામના લોકો મુખત્વે ખેતી , પશુ પાલન અને પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગામમાં 8 હજારની વસ્તી છે જેમાં આશરે 3,હજાર પરપ્રાંતિય મજૂરોનો સમાવેશ થાય છે ગામના અંદાજિત 800 જેટલા ખેડૂતો પૈકી હાલ 30 જેટલા ખેડૂતો નર્મદા પાણીનો ઉપીયોગ ખેતીકાર્યમાં કરતા થયા છે.ગામમાં 1,100 ગાય સહિત કુલ 5 હજાર પશુધન છે.

તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે કે, આ ગામ ખૂબ જ સમૃદ્ધ છે અમે સ્વસચ્છતામાં પણ એટલું જ ઉત્તમ છે, તમને આવું ભાગ્યે જ જોવા મળે કારણ કે આટલી સુવિધાઓ તો શહેરોમાં પણ નથી મળતી જ્યારે આ ગામમાં આટલી સુવિધાઓને લીધે વધુ સમૃદ્ધ બન્યું છે અને અન્ય ગામો માટે વધુ પ્રેરણાદાયક બન્યું છે, ત્યારે ખરેખર આ ગામને વંદન છે કે,અહીંયાંન લોકો આ ગામને સુંદર અને સ્વચ્છ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *