ગુજરાતનુ અનોખુ ગામ જયા દરેક ઘર મા રસોઈ બને છે સોલર ઉર્જા થી ! આ ગામ વિષે જાણશો તો…
આજના સમયમાં કહેવાયને આધુનિક સિસ્ટમના લીધે અનેક પ્રકારણ વિકાસનાં કાર્યો થઇ રહ્યા છે. ત્યારે ખરેખર હાલમાં આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જેને વૈજ્ઞાનિક અને નવીત્તમ પરદ્ધતિ દ્વારા ખૂબ જ વિકાસ કર્યો છે.આપણે જાણીએ છે કે ગામમાં ચૂલામાં જ રસોઈ બને છે પરંતુ આજે અમે એક એવા ગામ વિશે વાત કરીશુંજ્યાં સોલાર દ્વારા રસોઈ બનાવવામાં આવે છે.
ર્ષો પહેલા રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાંચા ગામ દેશનું પહેલું એવું ગામ છે, જ્યાં કોઈ ઘરમાં ચૂલા કે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો નથી. જાણો કેવી રીતે બદલાયું આ આદિવાસી બહુમતી ધરાવતા ગામનું ભાગ્ય!
બાંચા ગામના તમામ 74 ઘરોમાં ખોરાક રાંધવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે. અગાઉ અહીંના લોકોને રસોઈ બનાવવા માટે જંગલમાંથી લાકડા કાપવા પડતા હતા, જેના કારણે પર્યાવરણને પણ ઘણું નુકસાન થતું હતું.સરકારી ગેસ કનેક્શન મળતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે લોકો ગેસ ભરી શકતા ન હતા. રસોઈ દરમિયાન જ ગેસ સમાપ્ત થવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ગામની મહિલાઓ સોલાર પેનલ લગાવવાને કારણે ઘણો સમય બચાવી રહી છે અને તે સમય તેઓ અન્ય કામો માટે વાપરી રહી છે. તેમને હવે ધુમાડાથી રાહત મળી છે, જે ઘણા રોગોનું મૂળ પણ છે.આ પરિવર્તનની શરૂઆત છાપાની નાનકડી એક ખબરથી થઈ. વાસ્તવમાં, 2016-17માં, ONGC, ભારત સરકારે સોલર ચૂલ્હા ચેલેન્જ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન IIT મુંબઈના વિદ્યાર્થીઓએ એવો સ્ટવ બનાવ્યો હતો, જે સૌર ઉર્જાથી ચાલી શકે છે. તેમની ડિઝાઇનને સ્પર્ધામાં પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું.
સ્થાનિક અખબાર દ્વારા બાંચા ગામમાં શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણની દિશામાં પહેલેથી જ કાર્યરત એનજીઓ ભારત-ભારતી શિક્ષણ સમિતિ ના સચિવ મોહન નાગરને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેમણે ગામમાં સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું. બાંચા ખાતે સોલાર પેનલ્સની સ્થાપના સપ્ટેમ્બર 2017 માં શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2018 સુધીમાં કામ પૂર્ણ થયું.વાસ્તવમાં, જનભાગીદારી દ્વારા પોતાને આત્મનિર્ભર બનાવવામાં આદિવાસી બહુલ ગામ બાંચા દ્વારા પ્રાપ્ત થયેલી સફળતા દેશના તમામ ગામો માટે એક ઉદાહરણ છે.