રાજ્યનો એક એવું ગામ જ્યાં ઘણા બધા વર્ષોથી પગરખાં પહેરવા પર છે પ્રતિબંધ, તેની માન્યતા સાંભળીને થશો આશ્ચર્યચકિત…..
આપણે દરેક વ્યક્તિ પોતપોતાની અલગ અલગ આસ્થાઓમાં અને શ્રદ્ધામાં માનીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની આસ્થા અને શ્રદ્ધા અનુસાર જ કાર્ય કરતા હોય છે. અને આ શ્રદ્ધા તથા આસ્થા દરેક વ્યક્તિએ જુદી જુદી હોય છે. આમ કોઈપણ વ્યક્તિ પોતાના ધર્મ અનુસાર પોતાના જીવનમાં ઘણા બધા એવા રીત રિવાજોનું પાલન કરતા જોવા મળે છે અને તેને સમાજમાં એક વિશેષ તથા આગવું સ્થાન પણ મળે છે. આપણે દરેક વ્યક્તિ જાણે છે કે હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિના અલગ અલગ રીત રિવાજો જોવા મળે છે અને આ રિવાજો આપણને માન્યામાં ન આવે તે પ્રકારના વિચિત્ર તથા અલગ અલગ પણ હોય છે. અને તેને સમજવા આપણી માટે ઘણી વખત ખૂબ જ અઘરા હોય છે આમ આજે અમે તમને આ લેખમાં એવા જ પ્રકારના એક રિવાજ વિશે જણાવીશું.
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે બુટ અને ચંપલ પહેર્યા વગર સંપૂર્ણ દિવસ કોઈ પણ જગ્યાએ ફરવા ફરવા માટે જઈ શકો છો? તેમાં તમારો જવાબ ચોક્કસ ના જ હશે. કારણકે કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ દિવસ ચપ્પલ વગર રહી શકતો નથી. પરંતુ એક ગામના વિસ્તારમાં એવું પણ બન્યું છે જ્યાં લોકો ચપ્પલ બિલકુલ પહેરતા જ નથી અને આ ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂલથી પણ ચંપલ કે બૂટ પહેરતા નથી, અને તેમને જો ચંપલ કે બુટ પહેરવા ની વાત કરવામાં આવે તો તેઓ તૈયારીમાં જ ગુસ્સે થઈ જાય છે.
તમિલનાડુ માં આવેલ મદુરાઈ થી લગભગ 20 કિલોમીટર દૂર એક એવું ગામ આવેલું છે જ્યાં લોકોએ વર્ષો થી ચંપલ પહેર્યા નથી અને ચંપલ પહેરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ ગામના વિસ્તારનું નામ કલીમાયન છે. સમગ્ર ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા બધા વર્ષો થી કોઈપણ વ્યક્તિ બુટ કે ચંપલ પહેરતો નથી અને આ ગામના વિસ્તારના લોકો તો ઠીક પરંતુ તેમના બાળકો પણ સેન્ડલ કે બુટ પહેરતા જોવા મળતા નથી. આમ તો આ ગ્રામ્ય વિસ્તારનો કોઈપણ વ્યક્તિ આકસ્મિક રીતે ચપ્પલ પહેરી દે તો તેમને ખૂબ જ કડક સજા કરવામાં આવે છે.
આ ગામમાં ચપ્પલ ન પહેરવા પાછળ પણ એક અલગ જ પ્રકારની પરંપરા છે. અને તેનું પણ એક કારણ છે આ ગામના વિસ્તારના લોકો પગમાં પગરખા પહેરતા નથી તેનું પણ એક તર્ક જણાવવામાં આવ્યું છે કે આ ગામના વિસ્તારના લોકો ઘણી બધી સદીઓથી “અપાચ્છી” નામના એક દેવની પૂજા કરે છે અને આ સમગ્ર ગામના લોકોનું એવું માનવું છે કે આ દેવ તેમની રક્ષા કરતા હોય છે, તેમ જ આ દેવતા પ્રત્યે તેઓ ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોવાથી તેમના ગામની હદમાં કોઈપણ વ્યક્તિ ચંપલ કે બૂટ પહેરી શકે નહીં. અને તે પહેરવાની મનાઇ રાખવામાં આવી છે.
આ ગામના વિસ્તારના લોકોની વર્ષોથી આ પરંપરા હોવાના કારણે સમગ્ર ગામના લોકો ગામમાં ચંપલ કે બુટ પહેરતા નથી. અને જો તેમને બહાર જવું હોય અને ચંપલ કે બુટ પહેરવા હોય તો તેમના ગામની જે સીમા કે હદ હોય તેની બહાર ગયા પછી જ તેમના હાથમાં રહેલા ચપ્પલ પહેરી શકે છે. અને જ્યારે તે ફરીથી પાછા આવે છે ત્યારે તેમના ગામના હદની બહાર જ તે બુટ કે ચંપલ ઉતારીને ત્યારબાદ જ ગામની અંદર આવે છે.