સૌરાષ્ટ્ર ના નાના એવા ગામનો યુવાન આસમાન માં ઉડાન ભરી દેશ સેવા કરશે જાણો તેમના..
કહેવાય છે ને કે આપણે જોયેલું આપણું સપનું કે જેની પાછળ કરેલી આપણી મહેનત થી એ આપણું સપનું સાકાર થાય છે, અને ગમે એ પરિસ્થિતિ ના લોકો ગમે તે ક્ષેત્રે પોતાની મહેનત દ્વારા તેનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે, તે પછી કોઈ ગરીબ પરિસ્થતિ નો હોઈ કે કોઈ અમીર પરિસ્થતિ નો હોઈ.
તેવી જ એક વાત ટંકારા તાલુકાના નાનકડા નસીતપર જેવા નાનકડા ગામડાનો ખેડૂત પુત્ર નામે સ્વ-સુંદરજી બાપાના પૌત્ર અને જીનીંગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રકાશભાઈ કણસાગરાના પુત્ર કૃપાલ ગત જાન્યુઆરીમાં વાયુસેનામાં પસંદગી પામ્યા હતા. એરફોર્સમાં સિલેક્ટ થતા ની સાથે કૃપાલે એરફોર્સ ની તમામ કઠીન તાલીમ પૂર્ણ કરી હતી. અને પોતાની તાલીમ પૂર્ણ કર્યાં બાદ તે પોતાના વતન પરત ફર્યો હતો, ત્યાં આ યુવાન નું ભાવભર્યું અને પોતાના ગામનું ગૌરવ વધારનાર આ ખેડૂત પુત્ર નું સ્વાગત કરવામાં આવેલ હતું,
અત્રે ઉલેખ્ખનીય છે કે ભારતીય વાયુસેના ની ભરતી માટે આખા દેશમાં એક સાથે પરીક્ષા લેવામાં આવે છે. અને જે કોઈ ઉમેદવાર ને ધોરણ-૧૨ માં ૮૦% થી ઉપર ગુણ આવેલા હોઈ તે જ ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. જેમાંથી ટંકારા તાલુકા માંથી પ્રથમ આવેલ કૃણાલ કણસાગરા નામનો યુવાન ની પસંદગી થયેલ છે. જેનું તમામ ગૌરવ કૃપાલ દ્વારા ટંકારા તાલુકાને પ્રાપ્ત થયેલું છે.
એરફોર્સ ના ટ્રેનીગ સેન્ટરો સમગ્ર દેશમાં ત્રણ છે, જેવા કે બેલગામ,આવડી, અને નલિયા જેમાં નલિયા ખાતે ઉપરોક્ત બંને સેન્ટરોથી વધુ એક CSTC નામની ટ્રેનીગ આપવામાં આવે છે, તેવી તમામ કઠીન પરીક્ષા કૃપાલે પાસ કરી છે. અને ત્યારબાદ કૃણાલ પોતાની આકાશમાં ઉડવાની ઈચ્છા ની તૈયારી માટે તૈયાર છે, અને તેનું પ્રથમ ભારતીય વાયુસેના નું પોસ્ટીંગ લખનૌ ખાતે થયેલ છે.