અમદાવાદના આ ગામના સ્મશાનગૃહમાં યુવકે શરૂ કર્યો ‘ભયાનક ટી સ્ટોલ’ ! ચાના ફક્ત નામ માત્રથી તમે ડરી જશો…જાણો ક્યાં આવ્યો છે?
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો નવયુવાનો ચાના અલગ પ્રકારના જ રસિયા થઇ ચુક્યા છે, વર્તમાન સમયમાં ચાની નાની એવી લારી હોય કે પછી મોટા મોટા કેફે દરેક જગ્યાએ ચા રસિયાઓનો દબદબો હોય છે, આથી જ તે હાલ લોકો ટી-સ્ટોલ તથા કેફેથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી રહયા છે, એવામાં એમબીએ ચાય વાલા તથા બીસીએ ચાઈ વાલા જેવા લોકો પણ લોકોને આવો વ્યવસાય કરવાનું પ્રોત્સાહન આપી રહયા છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદના હાંસલા ગામના એક એવા ટી-સ્ટોલ વિશે જણાવાના છીએ જે સ્મશાનગૃહમાં આવેલ છે.આ ટી સ્ટોલનું નામ ભયાનક ટી સ્ટોલ છે જ્યા ચડેલ ચા, તાંત્રિક ચા તથા ભૂત ચા જેવી અનેક અલગ ભયાનક નામ ધરવાતી ચાનું વેચાણ આ યુવક કરી રહ્યો છે. નામથી લઈએ ચાની વેરાયટી સુધીની તમામ બાબતો એટલી અનોખી છે કે હાલ આ ટી-સ્ટોલ સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના હાંસોલ વિસ્તારની અંદર આવેલ ભદ્રશ્વર સ્મશાનગૃહની અંદર આ ટીસ્ટોલ આવેલ છે જેને 42 વર્ષીય અનિલ બજરંગી છારા ઉર્ફે ડોન બજરંગી છારા નામનો યુવક ચલાવી રહ્યો છે.આ યુવક ચુડેલ ચા, તાંત્રિક ચા, મડદા ચા, વીરાના ચા તથા પ્રેતાત્મા જેવી અનેક ચાના ફ્લેવરનું વેચાણ કરી રહ્યો છે, એટલું જ નહીં આવી અનોખા ફ્લેવરની ચા સાથે અલગ અલગ ભૂત કોફી તથા કંકાલ બિસ્કિટનું પણ વેચાણ કરી રહ્યો છે.
ખરેખર આ ટી-સ્ટોલ ખુબ જ અનોખો અને અલગ છે, આ સ્ટોલના બોર્ડ ઉપરથી લખાણ લખવામાં વ્યુ છે કે સ્પેશ્યલ ચા માટે ‘દો ગજ જમીન કે નીચે જાના પડેગા.’કોરોનાકાળમાં અનિલભાઈને આ ટીસ્ટોલ દ્વારા ખુબ નફો પ્રાપ્ત થયો કારણ કે કોરોનામાં અનેક લોકોના મૃત્યુ થતા રોજબરોજ લોકોની ખુબ વધારે ભીડ રહેતી હતી આથી જ અનિલભાઈને ખુબ મોટા પાયે નફો પ્રાપ્ત થયો હતો.વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલ આ ટિસ્ટોલ હાલના સમયમાં ખુબ વધારે ચર્ચાનો વિષય બની ગયો છે.
ફક્ત 10 પાસ યુવકે પોતાની આગવી પહેલ કરીને હાલ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, અનિલભાઈનું કેહવું છે કે તેઓ પોતાની આવા ટી-સ્ટોલને દેશ વિદેશમાં પણ પોંહચાડવા માંગે છે આથી તેઓ ભયાનક ટી સ્ટોલની ફ્રેન્ચાઇઝી આપવા માંગે છે.અનિલભાઈનું કેહવું છે કે લંડનની અંદર પણ તેમના સમુદાયના કેટલાક લોકો આવા ટી-સ્ટોલની પહેલ કરવા જઈ રહ્યા છે.