આઝાદી પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી મહારાજ કૃષ્ણકુમારસિંહજી વચ્ચે થયેલ આ સવાંદ ! ભારતનું નિર્માણ થયું.
કૃષ્ણકુમારસિંહજીના જીવનના દરેક પ્રસંગો યાદગાર છે, પરતું તેમના જીવનનો સૌથી યાદગાર પ્રસંગ જે માત્ર તેમના માટે સીમિત નથી રહ્યો પરતું દેશના તમામ લોકો માટે આ પ્રસંગ યાદગાર રહેશે, એ પ્રસંગ હતો સરદાર વલ્લભભાઈ પટેલ અને મહારાજ થયેલી એ મુલાકાત અને તે દિવસે રાજા મોઢે થી જે વેણ નિકળા એ આજે પણ કોઈ પણ વ્યક્તિના રૂંવાટા ઉભા કરી દે.
આજે એ ઘટનાને આપણે જાણીએ. સરદાર રાજા રજવાડાનું એકત્રિત કરવાનું બીડું માથે આવી ગયું હતું પરતું આ શક્ય ભાવનગરના મહારાજ ના લીધે જ બન્યું હતું. સૌ કોઈ જાણતું હતું કે મહારાજનું જીવન હમેશા દેશ અને પ્રજામાં હીતમાં રહ્યું છે. તેઓ ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી બન્યાં.
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી પરતું જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ મહારાજા ને મળવા ગયાં એ પ્રસંગ ઉપર એક નજર કરીએ.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગરની ધરાને સમૃદ્ધ બનાવી સાથો સાથ પ્રજાજનો માટે અનેક લોકકલ્યાણ અર્થ કર્યો કર્યા એવા આ રાજા પાસે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા ત્યારે તેમણે જે કહ્યું એ આજે પણ દરેક વ્યક્તિને યાદ જ છે.
આઝાદી પછીના સમય પછી સરદાર પટેલ જ્યારે અંખડભારતના સપનાની વાત કરે છે, ત્યારે મહારાજ કંઈ પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર પોતાનું રજવાડું સોંપે છે અને સાથોસાથ પોતાની તમામ સંપતિઓ પણ આપતાં નથી અચકાતાં બસ માત્ર મહારાણી સાહિબાના પરીવાર તરફ થી આવેલ સંપતિ આપવા માટે તેઓ મહારાણી સંદેશ મોકલાવે છે, ત્યારે એક નોકર દ્વારા પુછાવવામાં આવે છે ત્યારે મહારાણી નો જવાબ આપ્યો તે એક ગુજરાતની ધરાની રાજપુતાણી જ આપી શકે છે.