Entertainment

અંબાણી પરિવાર પાસે 15000 કરોડનું 27 માળનું એન્ટિલિયા હોવા છતાં માત્ર 26માં માળે જ રહે છે આખો પરિવાર! આ છે મોટું કારણ…જાણીને ચોંકી જશો

એશિયાના સૌથી ધનિક પરિવાર તરીકે અંબાણી નામ મોખરે આવે છે, સૌથી ખાસ વાત એ છે કે ૭.૫ લાખ કરોડની સંપત્તિ ધરાવનાર અંબાણી પરિવાર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયામાં રહે છે. આ 27 માળના આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધુ હતી. એન્ટિલિયા તેની વિશેષતાઓ, શાનદાર પાર્ટીઓ, સુરક્ષા અને અન્ય ઘણા કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, ૨૭ માળનું ઘર હોવા છતાં પણ અંબાણી પરિવાર માત્ર ૨૬માં માળમાં જ રહે છે.
ડીએનએની રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, તેમના પુત્ર આકાશ અંબાણી અને તેમની વહુ શ્લોકા મહેતા, તેમજ તેમના બાળકો પૃથ્વી આકાશ અંબાણી અને વેદા આકાશ અંબાણી 26મી માળે રહે છે. મુકેશ અને નીતાના બીજા પુત્ર, અનંત અંબાણી પણ તેમની સાથે 26મી માળે રહે છે.

ટાઇમ્સ નાઉ હિન્દીની એક ખબર અનુસાર નીતા અંબાણીએ ઉપર રહેવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે દરેક રૂમમાં સારી રીતે સૂર્યપ્રકાશ અને હવા આવે. એવું પણ કહેવાય છે કે એન્ટિલિયાની 26મી માળે માત્ર નજીકના લોકોને જ જવાની મંજૂરી છે.

આ સિવાય એન્ટિલિયામાં ઘણી બધી ખાસ વાતો છે. જેમ કે: એન્ટિલિયાનું નામ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત એ જ નામના ફેન્ટમ આઇલેન્ડ પરથી લેવામાં આવ્યું છે અને એન્ટિલિયા સાઉથ મુંબઈના મધ્યમાં સ્થિત છે. એન્ટિલિયા 37,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને 173 મીટર ઊંચું છે અને આ ઊંચી ઇમારતમાં મલ્ટી-સ્ટોરી કાર પાર્કિંગ, 9 હાઇ-સ્પીડ લિફ્ટ અને સ્ટાફ માટે ખાસ સ્યુટ પણ છે અને આજ કારણે અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા દુનિયાનું સૌથી શાનદાર અને મોંઘું ઘર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *