અશોક કુમાર તરીકે જાણીતા અરવિંદ પંડ્યાનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો! આજે પણ તેમનો પરિવાર હયાત છે. જુઓ તસવીરો….
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા અને ‘અશોક કુમાર’ તરીકે જાણીતા અરવિંદ પંડ્યાના જીવન વિશે આજે આપણે જાણીશું. તેમને પોતાની કારકિર્દી દરમિયાન અરવિંદ પંડ્યાએ પોતાની 30 વર્ષથી પણ વધુ લાંબી ફિલ્મી કરિયરમાં 70 ગુજરાતી ફિલ્મ તથા 15 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમણે ‘જોગીદાસ ખુમાણ’ ‘કાદુ મકરાણી’, ‘જીવણો જુગારી’, ‘અખંડ સૌભાગ્યવતી ‘માનવીની ભવાઈ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. અરવિંદ પંડ્યાએ અંગ્રેજી ફિલ્મ ‘ધ મિલ્કી વે’માં પણ કામ કર્યું હતું. અરવિંદ પંડ્યાએ નેગેટિવ રોલ પણ પ્લે કર્યા હતા.
ચાલો અમે આપને જણાવીએ કે અરવિંદ પટેલ કઈ રીતે ગુજરાતી સિનેમામાં આવ્યા. અરવિંદ પંડ્યાનો જન્મ 21 માર્ચ, 1923ના રોજ ભાદરણમાં થયો હતો. અરવિંદ પંડ્યાના પિતા ગણપત રાવ પંડ્યા બેંક ઑફ બરોડામાં મેનેજર હતા. અરવિંદ મૂળ ખંભાતના હતા અને તેમનો ઉછેર વડોદરામાં થયો હતો.
અરવિંદ પંડ્યા એકવાર ઈજાગ્રસ્ત થયા હતા અને તેને કારણે તેમને ચહેરા પર તથા હાથ પર હંમેશના માટે ડાઘ રહી ગયો હતો. આ ઘટના બાદ પરિવારે તેમને મુંબઈ મોટાભાઈ પુંડરિક રાવ પંડ્યાની પાસે મોકલી દીધા હતા.20 વર્ષની ઉંમરે મુંબઈ આવીને. તેમણે મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ કરી હતી. રેસલિંગ તથા સ્વિમિંગ શીખ્યા હતા.
અરવિંદ પંડ્યાએ ‘દેવધર ક્લાસિસ’માં સંગીતનો અભ્યાસ કર્યો હતો. ત્રિપાઠીએ અરવિંદ પંડ્યાને ગાતા સાંભળ્યા હતા. . ત્રિપાઠીને અરવિંદ પંડ્યાનો અવાજ ઘણો જ ગમી ગયો હતો. તેમણે ‘માનસરોવર’ પ્લેબેક સિંગર તરીકે ઑફર કરી હતી. ફિલ્મમાં તેમણે શમશાદ બેગમ સાથે પણ એક ગીત ગાયું હતું.
ગીતો ગાયા બાદ નાટકોમાં કામ કર્યું અને 1947માં ડિરેક્ટર શાંતિકુમારે અરવિંદ પંડ્યાને ‘ભક્ત સુરદાસ’ ફિલ્મ ઑફર કરી હતી. અરવિંદ પંડ્યાએ મીનાકુમારી સાથે ફિલ્મ ‘નૌલખા હાર’માં કામ કર્યું હતું ત્યારબાદ તેમની કારકીર્દી ટોચ પર હતી અને 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. અરવિંદ પંડ્યા આધ્યાત્મિક હતા. છેલ્લા 25 વર્ષમાં અરવિંદ પંડ્યા દર વર્ષે ‘ગાયત્રી અનુષ્ઠાન’ કરતા હતા અને ગાયત્રી મંત્રનો જાપ કર્યા પછી મેકઅપ કરાવતા તેંમજ મૌન વ્રત પણ કરતા હતા.
અરવિંદ પંડ્યા હંમેશાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગવી ઓળખ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા. તેમના પ્રયત્નોને કારણે 1975માં વડોદરામાં ‘લક્ષ્મી સ્ટૂડિયો’ની સ્થાપના થઈ હતી. આ સ્ટૂડિયો હેઠળ પહેલી ફિલ્મ ‘જાલમસંગ જાડેજા’ બની હતી. અરવિંદ પંડ્યાનું અવસાન 22 જુલાઈ, 1980માં બ્રેન હેમરેજને કારણે થયું હતું. આ સમયે તેમની ઉંમર માત્ર 57 વર્ષની હતી.
ફિલ્મો માટે જીવન સમર્પિત કરનાર અરવિંદ પંડ્યાએ 1950માં જયાબેન પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરાઓ હામીર પંડ્યા, અત્રિ પંડ્યા તથા દેવલ પંડ્યા છે તથા દીકરી નીલા પંડ્યા છે. હાલમાં દીકરી નીલા તથા દીકરો દેવલ હયાત છે.