કલેક્ટરનો હોદ્દો સંભાળતા જ સાયકલ લઈને કામ કરવા નીકળી પડ્યા! સલામ કરશો તેમમાં કાર્ય વિશે જાણીને…
કલેકટર તો તમે ઘણા જોયા હશે પરતું આજે અમે આપને એક એવા કલેકટર વિશે જણાવીશું જેઓ પોતાનો હોદ્દો સંભળતાની સાથે એવું કામ કર્યું કે સૌ કોઈ લોકો તેમને જોઈને ચોકી ગયા. ખરેખર આવા વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળતા જ હોય છે. આપણે એવા ઘણા અધિકારિઓ જોયા છે જે ઉચ્ચ પદ પર હોવાની સાથે સ્વાભિમાની પણ છે. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયક છે. આ કોઈ સામાન્ય વાત નથી. આમ પણ સેવા કરવી અને ફરજ બજાવી ઈમાદાર પૂર્વક એ મોટી વાત છે.
હાલમાં સોશિયલ મીડિયામાં નિઝામબાદનાં એક કલેકટરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે એ પણ તેમના કામના લીધે.વાત જાણે એમ છે કે, હાલમાં જ નવ નિયુક્ત નિઝામાબાદના કલેક્ટર નારાયણ રેડ્ડી હોદ્દ્દો સંભળ્યાને 3 દિવસ પછી પોતાની ફરજ નિભવવા માટે સરકારી હોસ્પિટલમાં કામગીરી જોવા માટે સાઈકલ લઈને પહોંચી ગયા હતા. એકદમ સામાન્ય નાગરિક ની જેમ બાકી આપણે જોયેલ.છે કે કલેકટર જ્યારે આવે તો સરકારી ગાડીમાં આવે છે.
નારાયણ જી સાદા કપડાંમાં સવારે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે ઓપીડી સહિત અન્ય વોર્ડના દર્દી સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત નારાયણ રેડ્ડીએ આરઓ વોટર પ્લાન્ટ અને મેડિસિન સ્ટોરની પણ મુલાકાત લીધી. આ તેમનીમાત્ર મુલાકાત હતી અને આ જોઈને કોઈને નાં લાગે તેઓ કલેકટર છે.
કલેક્ટર હોસ્પિટલ આવ્યા હોવાના સમાચાર મળ્યા પછી થોડા હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિડેન્ટ ડો. રામુલુ આવી ગયા હતા. નારાયણ રેડ્ડીએ કલેક્ટરની જવાબદારી 24 ડિસેમ્બરે સંભાળ્યો હતો.
નારાયણ રેડ્ડીએ કહ્યું કે, આ હોસ્પિટલ દેશમાં 17માં નંબર પર છે અને આસપાસના જિલ્લામાં પણ સૌથી મોટી છે. નિઝામાબાદનાં કલેક્ટર નારાયણ રેડ્ડીની હોસ્પિટલ વિઝિટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.ખરેખર આવા કલેકટર ભાગ્યે જ મળતા હોય છે. આવી રિતે પોતાની ફરજ નિભાવવી મોટી વાત છે. દરેક વ્યક્તિ આવું નથી કરી શકતા. ખરેખર સલામ છે નારાયણ રેડ્ડી ની કામગીરીને!