EntertainmentGujarat

5000 વર્ષથી જીવે છે અસ્વત્થામા! રોજ આવે છે અહીંયા શિવની પૂજા કરવા.

આ દુનિયામાં આઠ ચિરંજીવીઓ છે જેમાં અલૌકિક અને શ્રાપિત કોઈ હોય તો તે છે મહાભારતનું અમર પાત્ર જે બ્રાહ્મણપુત્ર હોવા છતાં આજે અસુરરૂપે ગણાય છે કારણ કે તેને કામ જ એવું કર્યું હતું કે સૌ કોઈ ચોકી ગયું હતું. આપણે સૌ કોઈ જાણીએ છે કે દ્રોણાચાર્યનો પુત્ર અસ્વત્થામા જેણે પાંડવોના પાંચ પુત્રોને નિદ્રા માં હતા ત્યારે મારી નાખ્યા હતા. ખરેખર જ્યારે પાંડવોએને આ વાતની જાણ થઈ ત્યારે તેની સાથે યુદ્ધ પણ કર્યું અને તેને પોતાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરા ન ગર્ભમાં છોડ્યું ત્યારે શ્રી કૃષ્ણે રક્ષા કરી.

અસ્થત્વથામાં બ્રાહ્મણપુત્ર અને ગુરુનો પુત્ર હોવાને નાતે તેનો વધ ન કર્યો કારણ કે બ્રહ્મહત્યા પાપ છે. શ્રી કૃષ્ણે અશ્વત્થામાના મસ્તક પાર રહેલ તેજ મણિ દૂર કરીને તેને તેજહીન કરી દીધા હતા અને અશ્વત્થામાને યુગો સુધી ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો જેથી તેં આજના યુગમાં પણ હયાત છે અને આજે આપણે જાણીશું કે તે ક્યાં રહે છે. એવું માનવામાં આવે છે મેં આજે પણ સોરઠમાં જુનાગઢનાં ગિરનારમાં શિવરાત્રીનાં મેળામાં આઠચિરંજીવીઓ આવે છે.

આજે અસ્વથામાં ક્યાં રહે એ જાણીએ.બુરહાનપુર થી ઉત્તરમાં સાતપુરા હિલ્સની શિખર પર અશ્વત્થામા છેલ્લા લગભગ પાંચ હજાર વર્ષથી ભટકી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે મધ્ય પ્રદેશના બુરહાનપુરના અસીરગઢ કિલ્લાના શિવ મંદિરમાં દરરોજ પૂજા-અર્ચના કરવા માટે અહીં અશ્વત્થામા આવે છે.

શિવલિંગ પર દરરોજ તાજા ફૂલો અને ગુલાલ આપમેળે ચડી જવા એ પોતાનામાં એક રહસ્ય છે. અહીં અમે તમને મહાભારત કાળના અશ્વત્થામાને લગતી ખાસ વાતો જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો
કહેવામાં આવે છે કે અસીરગઢ સિવાય અશ્વત્થામા મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં ગૌરીઘાટ (નર્મદા નદી) ના કાંઠે ભટકતા હોય છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેઓ કપાળના ઘા માંથી નીકળતું લોહી બંધ કરવા માટે હળદર અને તેલની માંગ પણ કરે છે. ઘણા લોકોએ આ અંગે તેમના વિચારો પણ વર્ણવ્યા હતા. ગામના ઘણા વડીલોના જણાવ્યા મુજબ, એકવાર જે અશ્વત્થામાને જુએ છે, ત્યારે તે વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે.ખરેખર આ કથા રોચક અને સત્ય પણ ચર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *