ગજબ ની પ્રેમ કહાની ! ચિનનો યુવાન અને ગુજરાતના ગામડાની લાડી વચ્ચે એવી રીતે પ્રેમ થયો કે….
કહેવાય છે પ્રેમ ની કોઈ ભાષા નથી હોતી હોય અને પ્રેમ આંધળો હોય છે તો પ્રેમ ઘણી વખત સરહદ પણ પાર કરવી દેતો હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમા ઘણા નો પ્રેમ અધૂરો રહી જતો હોય છે અને જીવ પણ આપી દેતા હોય છે તો ઘણા નો પ્રેમ પુરો થતો હોય છે ત્યારે આજે એક એવી જ પ્રેમ કહાની ની વાત કરીશુ….
આપણે જે પ્રેમ કહાની ની વાત કરવા જઈ રહ્યા છીએ એ પ્રેમ કહાની બે દેશો ને જોડતી છે જેમા ચિનના યુવનાને ભારત ની યુવતી સાથે પ્રેમ થયો છે. આ કહાની ની શરુવાત 15 વર્ષ પહેલા જ શરુ થયેલી છે જેમા એક ચિન નો યુવાન કે જેનુ નામ હુંરાગે છે તે ભારત મા અમુક વસ્તુઓની કવોલેટી ચેક કરવા માટે આવ્યો. અને ભારત ના અલગ અલગ રાજ્યો મા ફરજ બજાવી હતી.
બાદ મા ગુજરાત ના વાપીમાં નોકરી કર્યા બાદ હુંરાગ ઉમરગામના ખતલવાડા ગામની કંપનીમાં ક્વાલિટી ઇજનેર તરીકે જોડાયો હતો. તેના કૌશલ્યના આધારે તેને ઘણી જવાબદારી કંપનીએ સોંપી હતી. જ્યારે આ કંપની મા જ કામ કરતી તરલ દિનેશ માછી સાથે તેની આંખ મળી હતી અને બન્ને વચે મેસેજ મા વાતચિત શરુ થઈ હતી. જ્યારે મિત્રતા પ્રેમ મા બદલાઈ હતી જ્યારે તરલે પોતાનો પ્રેમ નો ઈઝહાર હુંરાગ ને કર્યો હતો.
આ વાત 2017 ની હતી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધયા બાદ લગ્ન કરવાનું પણ નક્કી કર્યુ જ્યારે પરિવાર ના લોકો તેને સ્વીકારશે કે નહી તે મોટો પ્રશ્ન હતો જ્યારે આ વાત હુંરાગ ના પરીવાર ને જણાવા મા આવી ત્યારે ત્યા તો ખુશીની લહેર છવાઈ ગઈ પરંતુ વાત તરલના પરીવાર ની હતી. પ્રેમ બાદ બન્ને થોડા ગભરાયા હતાં. એટલે નાનીના ઘરે રોકાણ માટે વયા ગયા હતાં. ત્યાંથી બન્ને ભાગી ગયાં હતાં,પરંતુ ત્યારબાદ પરિવારજનોની સમજાવટ બાદ ઘરે આવ્યાં હતાં.
ચાઇનીઝ યુવાન ઘણાં વર્ષોથી અહી સ્થાયી થયો હતો. તલવાડામાં રહેતી યુવતીના માતા-પિતાએ પણ બંનેને પ્રેમલગ્ન બાદ ઘરે રહેવાની છૂટ આપવામાં આવી હતી. આ સાથે તરલની બહેનના લગ્ન દરમિયાન હુરાંગ અને તરલની 2018માં હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. સમગ્ર લગ્ન વિધિમાં તરલના પરિવારજનો અને સગા સંબંધીઓ હાજર રહી આર્શિવાદ આપ્યા હતાં.
જ્યારે આજે પણ આ પરીવાર ખુશી ખુશી રહે છે. બંનેને પ્રિન્સ અને પ્લકી નામના બે પુત્રો છે. ચાઇનીઝ યુવાન તેમના પરિવાર સાથે બહાર નિકળતાં લોકોમાં આ પરિવાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.