સૈનિકો માટે બાપાએ આશ્રમની નિલામી કરાવી!જેમાં બંડી ની હરાજી બોલતા થયો આવો ચમત્કાર…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, બાપા સીતારામનો મહિમા અપાર છે. સંતો અમે મહંતો ની આજ તો મોટાઈ છે કે પોતાની અંદર દૈવત્ય હોવા છતાં પણ ક્યારે દેખાડતા નથી.આજે આપણે આજે બજરંગ દાસ બાપુના જીવનની એક એવી જ વાત કરવાની છે કે તેમને માત્ર ભજન ભક્તિ જ નહીં પરંતુ દેશની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. બાપા સીતારામ આજે ભલે હયાત ન હોય પરંતુ તેમના આશીર્વાદ થકી આજે પણ બગદાણામાં બાપાનાં નામથી અવિરતપણે ભંડારો હાલે છે.
બાપુ જ્યાર થી બગદાણા ધામ આવ્યા ત્યાર થી પોતાના જીવનકાળ દરમિયાન અનેક ભક્તોના દુઃખોને દૂર કરીને ભૂખ્યા ને ભોજન કરાવ્યું છે અને સેવા થકી અંનત જીવોનું કલ્યાણ કર્યું છે. આ ઘટના માત્ર વાતો માં જ નથી પરતું આજે પણ એવા કેટલાય પરિવારના વસંજો આ વાતને સ્વીકારે છે. આશ્રમ ની સ્થાપના બાદ બાપુ એ જે લીલા કરી એ માનવ સહેજ ભાવે કરી છે અને ક્યારેય પોતાને પૂજનીય નોહતા ગણાવ્યા પરતું જ્યારે બાપુ ચાલ્યા ગયા ત્યારે બગદાણા તો ચોંધારે આંસુએ રડયું હતું પરંતુ ગુજરાતની ધરા આ સંતના બ્રહ્મ લિન થવાથી રડી પડી હશે.
બાપુ પોતાના જીવનના અંતિમ દિવસ બગદાણાની પાવન ધરામાં વિતાવ્યા અને મધરાત્રે બધા ભક્તો જનો સાથે વાર્તા લાપ કરી અને તેમને રામધામ સિંધાવ્યા.ખરેખર આજે આપણે બાપાનાં જીવનની સૌથી ખાસ વાત કરીશું જે જાણીને તમને ખૂબ જ ગર્વ અનુભાવશે.આ ઘટના આજે પણ લોકોના હૈયામાં જીવંત હશે. વાત જાણે એમ હતી કે બાપા સીતારામ રેડિયો સાંભડ્યુ હતું કે, યુદ્ધ માં ભારતીય સૈનિકો માટે હથિયાર ની જરૂર છે અને સરકાર જનતા પાસેથી મદદ ની સહાય કરેલ.
આ ઘટના ની જાણ થતાં જ સવારમાં બાપાએ ગામમાં ઢઢેરો પીટાવ્યો કે બાપા સીતારામ આશ્રમ અને વસ્તુઓની નિલામી કરાવી રહ્યા છે. ગામજનો ને થયું કે બાપા ને એવી શું તકલીફ આવી કે બાપા ને નિલામી કરાવવાની જરૂર પડી? ત્યારબાદ સૌ શેઠિયાઓ નક્કી કર્યું કે આપણે આશ્રમ ની વસ્તુઓ ખરીદી લઈએ અને એ બધી વસ્તુઓ આશ્રમમાં આપી દઈશું! બાપા જે પૈસા આપીશું તો તે નહિ લે.
બસ આ પછી આશ્રમ ની હરાજી શરૂ થઈ અને આ જ દરમીયાન એક પછી એક વસ્તુ ની બોલી બોલાઈ અને વસ્તુઓ વેચવાવા લાગી અને એમાં આખરે બાબાની બંડી હરાજી થઈ અને બોલી લગાવી પરતું કોઈ ની જીભ ન ઉપડી ત્યારે એક ગરીબ વ્યક્તિ હતો જેના ઘરમાં છોકરાઓ ચાર પાંચ દિવસથી ભૂખ્યા હતા અને તેના પાસે વિસ રૂપિયા હતા તેમાંથી તે અનાજ લેવા નીકળ્યો હતો પણ જાણ થઈ કે બાપા હરાજી કરાવે છે તો તેને સેવા આપવા 20 રૂ.બંડી લેવામાં ખર્ચ્યા. આખરે આ બંડી આ ભક્તને મળી.
બંડી લઈને તે ઘરે ગયો તો તેની પત્ની એ કહ્યું કે ઘરમાં છોકરાઓ ભૂખ્યા મરે છે ને તું બાપાની બંડી લઈ આવ્યો અને મારે શું કરવી? આવા કટુ વેણ બૉલી બંડી ફેંકી દે છે, ત્યાં જ તેમાંથી પૈસાનો ઢગલો થઈ જાય છે અને આ પછી તો એ મહિલા ને વિશ્વાસ આવ્યો કે,બાપા ખરેખર દૂખિયાનાં બેલી છે.ખરેખર આ દિવસના બીજે દિવસે જ બાપા હરાજીમાંથી જેટલી રકમ ઉપજી તે બધી કલેકટરને સોંપી અને સૈનિકોની મદદ કરી. ખરેખર ધન્ય છે, બાપાની લોકસેવાને અને ઉદારતા અને કરુણાને!