EntertainmentGujaratZara Hatke

ભાઈ ભાઈ ! ગુજરાત ના ખેડુત ની કમાલ જુઓ જમીન મા નહી વેલ પર બટાકા ઉડાવ્યા અને આવી રીતે કરે છે લાખોની કમાણી..

હાલમાં સૌ ખેડૂતો આધૂનિક યુગની સાથે ખૂબ જ સ્માર્ટ બન રહ્યા છે, સમયની સાથે બદલાતા તેમને ખેતી કરવાની પ્રદ્ધતિ પણ બદલાવી છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આજે આપણે એક એવા ખેડૂત વિશે જણાવીશું, જેમણે વેલ પર બટેટા ઉગાડીને ખેડુતોને એક નવી રાહ ચીંધી છે. ખંભાડિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા જેઓ હાલ પોતાની ટૂંકી ખેતીમાં એર પોટેટો ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીને લઇને ખૂબ જ ચર્ચામાં આવ્યાં છે.

નાના એવા ગામના વ્રજલાલ હાલ એર પોટેટોની ખેતી કરી રહ્યાં છે અને મુખ્યત્વે બટેટાએ કંદ મૂળ પાક છે અને જમીનની પેટાળની અંદર થતો આ પાક છે સામાન્ય રીતે બટેટા બજારમાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ રહે છે પરંતુ વ્રજ લાલ સુરેલીયાએ વેલ પર પકતા બટેકાની ખેતી શરૂ કરી છે એક વખતે આ બટેટા જમીનમાં વાવી દેવાથી આ બટેકા એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને વેલના સ્વરૂપમાં બહાર નીકળે છે આ વેલમાં બટેટા આવે છે આ બટેટા સામાન્ય બટેટા કરતા સ્વાદમાં ખુબ સારા અને ચિપ્સ માટે સારી કેવાલિટીના માનવામાં આવે છે.

સામાન્ય બટેટા કરતા ઓનલાઇન આ બટેટાનો ભાવ 50 થી 100 સુધીના કિલોના ભાવ મળે છે. વ્રજલાલ ભાઈ સુરેલીયાએ એક વર્ષ અગાઉ પોતાના ઓછી જમીનમાં સિમેંટના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટોની ખેતી શરૂ કરી છે.આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.

આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને શરીરને પણ હાનિ ના પહોંચે અને ખેડૂતો ને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે હાલ વ્રજલાલ ભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે વ્રજલાલ સુરેલીયા માત્ર 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો, સહિતના પાકો લેવાની શરૂઆત કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *