ગુજરાતના આ ગામમાં કુતરાઓ છે કરોડપતી ! કુતારના નામે છે કરોડોની રોડ ટચ જમીન અને જમવામાં લાડુ અને મિઠાઈ , રોટલા….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના સમયમાં માણસથી વધારે જીવ દયા પણ એટલી જ મહત્વની બની ગઈ છે. ખાસ કરીને લોકો કૂતરાઓ ને બહુ જ વ્હાલ સાથે ઘરમાં રાખે છે. આમ પણ કહેવાય છે ને કે, કૂતરા તો રાજા યુધિષ્ઠિર સાથે સ્વર્ગ લોકમાં ગયા હતા. આજે અમે આપને એવા જ કુતરાઓ વિશે જણાવશું જે માણસો કરતા પણ વધારે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને કરોડપતિ છે. ચાલો અમે આપને એક એવા ગામમાં લઈ જઈએ જ્યાં કુતરાઓ કરોડપતિ છે.
અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતનાં બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાનું કુશકલ ગામની.આ ગામમાં 600 જેટલા મકાનો આવેલા છે અને આશરે 7000 જેટલા વસ્તી ધરાવે છે. આ ગામમાં શ્વાન પણ કરોડપતિ છે કારણ કે આ ગામમાં શ્વાન માટે 20 વીઘા જેટલી જમીન છે, જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડોમાં આંકી શકાય છે.
ખાસ વાત એ છે કે, આ તમામ જમીન અહીંના રખડતા શ્વાનની છે. આ ગામના લોકોને નવાબોએ પાઘડી તરીકે જમીન અહીં ગામ લોકોને ખેતી કરવા માટે આપી હતી. આ ગામ પહેલેથી જ દયા ભાવના અને ધર્મમાં માનનારું ગામ હોવાના કારણે ગામના વડવાઓને વિચાર આવ્યો હતો કે જમીન તેમની વાવેતર કરવાના બદલે ગામની વચોવચ 20 વીઘા જેટલી જમીન શ્વાન હસ્તક કરી દીધી.
વર્ષોથી આ જમીન અહીં ગામની વચ્ચોવચ અને રોડની અડીને આવેલી છે. આ ગામમાં જે જમીન શ્વાન માટે રાખવામાં આવે છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અથવા તો આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને તેમાં પાક ઉગાડવામાં આવે છે અને એ પાકમાંથી જે પણ પણ ઉપજ મળે છે તે ઉપજના પૈસા શ્વાન માટે મૂકી રાખવામાં આવે છે. ગામમાં થતા નાના-મોટા પ્રસંગમાં શ્વાન માટે મિષ્ઠાન અને તેમને ખોરાક આપવામાં આવે છે .
હાલ શ્વાનનેને ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા થઈને ખરીદી રાખ્યા છે. ગામના 600 જેટલા મકાનો છે તે મકાનોમાંથી તમામને એક એક દિવસના 5થી 10 કિલો લોટના બાજરાના રોટલાઓ શ્વાન વાંદરાઓ માટે બનાવવામાં આવે છે. રોજે રોજ એક એક ઘર આખું વર્ષ આવીરત આવી જ રીતે તમામ ઘરના લોકો શ્વાનને ખાવાનું આપે છે.
ગામ લોકોએ ગામ વચ્ચોવચ શ્વાનને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું જેવું બનાવ્યું છે અને તેમની ફરતે જાળી બાંધવામાં આવી છે જેથી જ્યારે પણ અહીંના શ્વાનને ઈચ્છા હોય ત્યારે તેઓ જાળીની અંદરથી પોતાનો ખોરાક મેળવી શકે છે.ગામમાં કોઈ તહેવાર હોય ત્યારે તમામ ધર્મના લોકો સાથે મળીને શ્વાન માટે શીરો બનાવીએ છીએ. ખીચડી બનાવીએ છીએ. લાડુ, મીઠાઈ જેવી વાનગીઓ બનાવીને ગામના શ્વાનને ખવડાવતા હોઈએ છે.