EntertainmentGujarat

છેલ્લા ઘણા વર્ષો થી આ ગામ મા કોઈ ઘરે તાળુ નથી લગાવવા મા આવ્યુ ! કારણ જાણશો તો કહેશો વાહ ભાઈ ગામ હોય તો આવુ..

આપણા ભારત દેશ મા હજારો ગામડાઓ આવેલા છે જેમા દરેક ગામ ની કોઈ વિશેષ પરંપરા રહેલી હોય છે આ ઉપરાંત આપણા મા કહેવત છે કે બાર ગાવે બોલી બદલાઈ ત્યારે એ ખરી હકીકત છે આ ઉપરાંત ઘણા ગામ ખાસિયતોથી ભરેલા પણ છે ત્યારે એવા જ એક ગામ ની વાત આજે અમે તમને કરીશુ જયા છેલ્લા ઘણા વર્ષો થી ગામ ના ઘરો ને તાળુ લગાવવા મા આવ્યુ નથી ! જી હા આ ગામ ની વાત જાણીને તમને પણ નવાઈ લાગશે.

આમ તો ભારત મા અનેક એવા ગામડાઓ આવેલા છે જેમા ઘરે તાળા લગાવવા મા આવતા નથી તેની પાછળ કોઈ ને કોઈ માન્યતા રહેલી હોય છે ત્યારે આપણે જે ગામ ની વાત કરવા જઈ રહ્યા છીએ એ ગામ ની કોઈ ખાસ માન્યતા તો નથી પરંતુ ત્યા નો માહોલ જેવો છે કે લોકો ને ચોરી થવાનો ભય નથી. આપણે જે ગામ ની વાત કરી રહ્યા છીએ એ ગામ નુ નામ રાજસ્થાનના કોટા ડિવિઝનના બુંદી જિલ્લામાં એક ગામ છે અને ગામ નુ નામ કેશવપુરા છે.

સામાન રીતે ઘર મુકી ને કોઈ બહાર જાય ત્યાર સ્વાસ અધ્ધર રહે છે કે ઘર મા ચોરી ના થાય પરંતુ આ ગામ ના લોકો ને જરા પણ ચોરી થવાનો ભય નથી. ગામ ના લોકો બિંદાસ પોતાના ઘર ના ખાલી આકડીયો લગાવી ને જતા રહે છે. ગામ ના લોકો નુ કહેવુ છે કે ગામ ના લોકો વચ્ચે એટલો ભાઈચારો છે કે ગામ મા લડાઈ ઝઘડો પણ બીલકુલ નથી થતા. ગામ મા પોસીલ સ્ટેશન હોવા છતા કોઈ એવો કેસ નથી નોંધાતો.

આ ગામ ના વખાણ સમગ્ર પંથક મા થાય છે. આ ગામમાં ગુર્જર, માલી અને મેઘવાલ સમુદાયના લોકો પોતાનું જીવન જીવે છે. બુંદી જીલ્લા થી 20 કીલો મીટર ના અંતરે આવેલુ આ ગામ છે જેણે એક અનોખુ ઉદાહરણ પુરુ પાડયું છે. જો કે આપણા ગુજરાત મા પણ એક ગામ આવેલુ છે ભગુડા જયા પણ લોકો પોતાના ઘર કે દુકાનો ને તાળા નથી લગાવતા અને જો તમારા ધ્યાન મા કોઈ આવુ ગામ હોય તો કોમેન્ટ મા જરુર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *