EntertainmentGujarat

છેલ્લા 70 વર્ષ થી ગુજરાતના આ ગામમા દિવાળી ની રાત્રે ઈગોરીયા યુધ્ધ થાય છે.? જે દેશ વિદેશ થી લોકો જોવા આવે

દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકો મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજાર મા રોનક પણ જોવા મળી રહી છે ત્યારે લોકો ફટાકડા ની પણ ખરીદી કરી રહયા છે. ત્યારે ગુજરાત ના અમરેલી ના એક ગામ ની વિશિષ્ટ બાબત આજે અમે તમને તમારી સમક્ષ રજુ કરીશુ જેમાં લોકો પોતાની અજીબ પરંપરા 70 વર્ષ થી નિભાવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે એક અનોખુ યુધ્ધ ખેલાઈ છે જેમાં ગામ ના લોકો હોશે હોંશે ભાગ લે છે અને અનેક લોકો આ યુધ્ધ જોવા આવે છે. આ ગામના લોકો માટે એ એક પરંપરા જેવુ છે જેમા ગામ ના લોકો નાવલી નદી કે જે સાવર અને કુંડલા બન્ને વચ્ચે આવેલી છે. જેમા આ યુધ્ધ ખેલાઈ છે જેમાં લોકો એક બીજા ની સામે ઈગોરીયા ફેકે છે. હવે તમને એમ થયુ હશે કે ઈગોરીયા એ વળી શુ? તો આપને જણાવી દઈએ કે ઈગોરીયા એક વૃક્ષ પર થાય છે જે ચીકુ આકાર ના હોય છે. અને ઈગોરીયા નુ વૃક્ષ આઠ ફુટ જેવડુ હોય છે.

દિવાળીના એક મહિના અંગાવ ગામના લોકો આવા ઈગોરીયા ગોતે છે અને સુકવ્યા બાદ ઈગોરીયા ના અંદર ના ભાગ -ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરી ને ફરી તેને પેક કરી એક દાડમ જેવુ બનાવે છે જયારે આ તૈયાર થાય ત્યારે નાવલી નદીમા દિવાળી ની રાત મા આ ઈગોરીયા સામા સામી ફોડે છે અને યુધ્ધ થાય છે.

આ ગામ ના લોકો છેલ્લા 70 વર્ષ થી આ પરંપરા નીભાવી રહ્યા હોવાથી તેવો ઈગોરીયા ફોડવા મા માહીર હોય છે જેથી તેવો દાજતા નથી નકર સામાન્ય લોકો ને ઈગોરીયા ફોડવામા દાજી જવાનીની સંભાવના રહે છે. હાલ ના સમય મા વાવાજોડા ના લીધે ઈગોરીયા ના વૃક્ષો પડી ગયા હતા અને સમય ની સાથે ઈગોરીયા નો અભાવ હોવાથી. ઈગોરીયા નુ સ્થાન કોકડા એ દીધુ છે. ગયાં વર્ષે કોરોના કારણે આ યુધ્ધ નહોતુ ખેલાયું પરંતુ આ વર્ષે ગામ ના લોકો મા ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *