ગોવા જેવી મજા ગુજરાત મા ?? આ શહેર મા ચાલુ થઈ રહી છે ક્રૂઝ અને જામો શુ શુ સુવિધા મળશે
હાલ ગુજરાત ના દરેક શહેરનો ખાસો વિકાસ થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત ની જનતા ભાટે હરવા ફરવા અને મનોરંજન નુ નવુ નજરાણુ અમદાવાદ શહેર મા ઉમેરાયુ છે જેમા સાબરમતી નદી પર રિવર અક્ષર ફ્લોટિંગ ક્રૂઝ તૈયાર કરાઇ રહી છે. જેની વિવિધ ખાસીયતો જે અમે તમને અહી જણાવીશું.
જો આ ખાસ ક્રુઝ ની વાત કરવા મા આવે તૉ સાબરમતી રિવર ફ્રન્ટ પરએપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટ પર ક્રૂઝ રેસ્ટોરન્ટનો પ્રારંભ થશે. લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. વલસાડના ઉંમરગામથી ક્રુઝ રિવરફ્રન્ટ આવી પહોંચી છે. હાલ તમામ અલગ ભાગ એકત્ર કરી રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરાઇ રહી છે. આગામી ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકના ડેપ્યુટી કમિશનર આઇ. કે. પટેલે જણાવ્યું હતું કે, ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે. PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો હતો. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (સા.રી.ફરી.ડે.કો.લી.) રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) પ્રકાશિત કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં જરૂરી મૂલ્યાંકન કર્યા પછી, સા.રી.ફરી.ડે.કો.લીએ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં જરૂરી મૂલ્યાંકન કર્યા પછી, સા.રી.ફરી.ડે.કો.લીએ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે.