ગુજરતના આ શહેરથી છે ગૌતમ અદાણી ! જાણો તેમના પરીવાર મા કોણ કોણ છે અને સફળતા મેળવવા માટે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં દરેક વ્યક્તિ સફળથવા ઈચ્છે છે અને દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં ધનવાન બનવાની છે. જો કે આ બાબત કોઈ ખોટી નથી. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં નાણાં મેળવવા માટે વ્યક્તિએ ઘણી મહેનત કરવી પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પૈસાજ ને જેટલું મહત્વ આપવામાં આવે તે તેટલું મહત્વ કોઈ વ્યક્તિને પણ આપવામાં આવતું નથી. જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુથી લઈને મોજ શોખની તમામ વસ્તુઓ સુધી જીવન જીવવા માટે દરેક ક્ષણે નાણાં ની જરૂર પડે છે.
તેવામાં આપણે અહીં એક એવી વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત અને આવડતની મદદથી આખા ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ સ્થાપી છે અને એક સફળ બિઝનેસ મેન તરીકે પોતાની ઇમેજ પણ બનાવી છે, આપણે અહીં દેશ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિઓ પૈકી એક એવા ગૌતમ અદાણી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ ગૌતમ અદાણી ના નામથી વાકેફ છીએ. હાલમાં તેઓ ઘણા ચર્ચામાં છે, તેમણે પોતાની સંપત્તિમાં અધધ વધારો કરતા સૌ કોઈ તેમના અને તેમના પરિવાર વિશે વધુને વધુ જાણવા માંગે છે.
આપણે અહીં ગૌતમ અદાણી અને તેમના પરિવાર વિશે માહિતી મેળવવાની છે, જો સૌ પ્રથમ વાત ગૌતમ અદાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 1988 માં ગૌતમ અદાણીએ ગુજરાત ના અમદાવાદ માં અદાણી પોર્ટ અને એસઇઝેડ ની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે ગૌતમ અદાણીના પિતા નું નામ શાંતિલાલ છે અને તેઓ ટેક્સટાઇલ બિઝનેસ ચલાવતા હતા. ગૌતમ અદાણી એ ઘણી નાની ઉંમરમાં વેપાર ધંધાની શરૂઆત કરી તેઓ માત્ર 18 વર્ષના હતા ત્યારે કોલેજનું ભણતર છોડી ને તેમણે વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવ્યું.
જો વાત ગૌતમ અદાણીના બિઝનેશ વિશે કરીએ તો છેલ્લા વર્ષે તેમની કમાણી 12 બિલિયન ડોલર હતી અને તેઓ એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર દુનિયાના પહેલા વ્યક્તિ હતા. ગૌતમ અદાણીની કુલ નેટ વર્થ 7 હજાર કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે ગૌતમ અદાણીએ હાલમાં જ ચીનના જોન્ગ શાનશાન ને પાછળ છોડ્યા હતા. અને તે સમયે એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.
હવે જો વાત ગૌતમ અદાણી ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે ગૌતમ અદાણી 6 ભાઈઓ અને બહેનો છે. ઉપરાંત ગૌતમ અદાણી ના પરિવાર માં તેમની પત્ની અને બે પુત્રો નો પણ સમાવેશ થાય છે. ગૌતમ અદાણી ની પત્નીનું નામ પ્રીતિ અદાણી છે. કે જેઓ એક ડેન્ટિસ્ટ છે. જયારે વાત ગૌતમ અદાણી ના બંને પુત્રો વિશે કરીએ તો તે પૈકી એક નું નામ કરણ અદાણી જયારે બીજાનું નામ જીત અદાણી છે. જો વાત ગૌતમ અદાણી ના બંને બાળકો અંગે કરીએ તો જણાવી દઈએ કે કરણ અદાણીએ અમેરિકા ની પીરડયું યુનિવર્સીટી માંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.
હાલમાં તેઓ અદાણી પોર્ટ ના સીઈઓ છે, જો વાત કરણ અદાણીના પરિવાર વિશે કરીએ તો તેમના લગ્ન વર્ષ 2013 માં પરિધિ શ્રોફ સાથે થયા હતા. તેમને બે બાળકીઓ પણ છે જેમના નામ અનુરાધા અને ગાયત્રી છે. જયારે વાત ગૌતમ અદાણી ના નાના પુત્ર જીત અંગે કરીએ તો તેમણે વર્ષ 2019 માં યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયા થી પોતાનો સનાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો અને બંને પુત્રો ગૌતમ અદાણી ને વ્યવસાય માં મદદ કરે છે.