EntertainmentGujarat

ગુજરાતના આ પવિત્ર તીર્થંસ્થાનની મુલાકાતે આવ્યા ગૌતમ અદાણી!! આવી રીતે થયું સ્વાગત ને આટલી સાદગીપૂર્ણ… જુઓ તસ્વીર

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગૌતમ અદાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ સાદગીભર્યું જીવન જીવે છે અને ખૂબ જ ધાર્મિક છે. આજે અમે આપને જણાવીશું કે ગૌતમ અદાણી એકાએક પાલીતાણા ની મુલાકાતે આવ્યા હતા જયાં દેરાસરોમા પૂજા-અર્ચના સાથે મહારાજ સાહેબો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં અને આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ગૌતમ અદાણી જૈન તિર્થભૂમિ પાલીતાણા ખાતે પધાર્યા હતા અને અહીંયા પાલીતાણા તળેટી સ્થિત જૈન દેરાસરોમા પૂજા-અર્ચના મા સહભાગી થયા હતા. અદાણી એ આણંદજી-કલ્યાણજી પેઢીના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.


પાલીતાણા જૈનધર્મનું ખૂબ જ આસ્થાનું પ્રતીક છે અને પવિત્ર તીર્થસ્થાન છે અને ઐતિહાસિક દેરાસરો આવેલા છે. ગુજરાતમાં એક માત્ર એવું સ્થાન છે જ્યાં અનેક દેરાસરો છે. શેત્રુંજય પર્વત જૈન ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે ત્યારે અદાણી પરીવારના સભ્યો હાલમાં પાલીતાણા સ્થિત ભૂરીબા ધર્મશાળા ખાતે ચાર્તુમાસની આરાધના કરી હતી તેમજ અદાણી પાલીતાણામા ટૂંકા ગાળા નું રોકણ કરી મુંબઈ રવાના થયા હતા.


દેશના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ એકદમ સામાન્ય માણસ ની જેમ જ તેમને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગૌતમભાઈ અદાણીએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હાલમાં ચારોતરફ અદાણીજીના વખાણ થઈ રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *