ભુત અને માનવીની પ્રેમ કથા! વડલાની ડાળે બેસીને પ્રિયતમા આપેલ વચન પૂર્ણ કર્યું એ વિરમાગડાવાળા એ પદ્માવતી આપેલ વચન પૂર્ણ કર્યું.
આપણી સૌરાષ્ટ્રની ધરતી સંત અને સુરા ની ધરતી છે, જ્યાં અનેક વિરો પાળિયા થઈ પૂજાયા છે. આજે આપણે વાત કરીશું વીર માંગળા વાળાની જેમનો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે. ચાલો આ પૌરાણિક અને અતિ પવિત્ર ઘટના વિશે આપણે સૌ માહિતગાર થઈએ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે.
પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.
પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું અને કહ્યું મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.પછી પાછો વળીને આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”
કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શુવાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”
ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરીયાળ ગઢ બાંધ્યો હશે.“શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે.
વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી. ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે